અમદાવાદના નિર્ણયનગર ખાતે હિન્દુ સંમેલનનું ઓયોજન કરવામાં આવ્યું હતું કે આ સંમેલનમાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકોએ હાજરી આપી હતી આ સંમેલનમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું હતું
આ સંમેલનને સંબોધન કરતાં બ્રહ્મ સમાજના આગેવાન અને ભાગવત કથાકાર રાજેશભાઇ દવેએ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મની એકતા અને સનાતન ધર્મની રક્ષા કાજે સંમેલન યોજાયુ છે તેમણે જણાવ્યું હતું કે આઝાદીના ઘણા દાયકાઓ પછી ભારત પાસે વિશ્વમાં સન્માન પાછું મેળવવાની સુવર્ણ તક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી સમાજ હિન્દુ ભાવનામાં એક રહે ત્યાં સુધી વિશ્વની કોઈ પણ શકિત ભારતને નુકસાન પહોંચાડી શકે નહીં. હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સમાજના રક્ષણ માટે આપણા પૂર્વજાએ મહાન બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે આજે ભારત ટેકનોલોજી, વિજ્ઞાન અને આર્થિક ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને ઘણા દેશોની બરાબરી કરવા માટે પ્રયત્નશીલ છે. તેમના મતે, કેટલાક દેશો ભારતને દબાવવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ જા સમાજ એક રહેશે તો ભારતને કોઈ રોકી શકશે નહીં. તેમણે હિન્દુ સમાજને સતર્ક રહેવા વિનંતી કરી. તેમણે જણાવ્યું હતું કે હિન્દુ સમાજ સામે કોઈ ખતરો નથી, પરંતુ વસ્તીમાં ઘટાડો અને લોભ કે દબાણથી પ્રેરિત ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી હતી.
રાજેશભાઇ દવેએ ‘ઘર વાપસી’ અભિયાનને વેગ આપવા અને હિન્દુ ધર્મમાં પાછા ફરનારાઓની સંભાળ રાખવા હાકલ કરી હતી. તેમણે ગેરકાયદેસર સ્થળાંતર પર પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ઘૂસણખોરોને ઓળખીને હાંકી કાઢવા જાઈએ અને રોજગાર નકારવો જાઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે બધા લોકો એક જ દેશ અને એક જ માતૃભૂમિના બાળકો છે અને મૂળભૂત રીતે સમાન છે. સમય જતાં ઉદ્ભવતા ભેદભાવને દૂર કરવો જરૂરી છે. ઇતિહાસના પાનાં ઉથલાવતા કહ્યું હતું કે, જ્યારે દેશમાં અંગ્રેજાનું શાસન હતું ત્યારે વટાળ પ્રવૃત્તિઓ જારશોરથી ચાલતી હતી. તે સમયે ગરીબ, પછાત અને આદિવાસી સમાજને નિશાન બનાવવામાં આવતા હતા. અંગ્રેજા અને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા હિન્દુ સમાજના આ વર્ગોને નાની-મોટી લાલચો આપીને, ભેટ-સોગાદો આપીને અને ખોટા વાયદાઓ કરીને ધર્માંતરણ કરાવવાનું મોટું ષડયંત્ર ચાલતું હતું. તેમણે કહ્યું કે દોઢસો-બસો વર્ષ પહેલાં જ્યારે આપણે ગુલામ હતા, ત્યારે હિન્દુઓને ખ્રિસ્તી બનાવવાનું કામ પૂરજાશમાં શરૂ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત  સમાજના અગ્રણીઓ અને યુવાનોએ આ વક્તવ્યને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. આ સંમેલનમાં યુવતીઓએ નૃત્યું કર્યું હતું અને તલવારબાજી કરી હાજર બધાના દિલ જીતી લીધા હતાં. સંમેલનમાં નટુભાઇ પટેલ,ઉપેન્દ્ર પટેલ,મયુર પટેલ સહિતના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.