બિહાર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતાં. પીએમ મોદીએ કોલકાતામાં નવનિર્મિત ૧૩.૬૧ કિલોમીટર લાંબા મેટ્રો નેટવર્ક અને આ રૂટ પર મેટ્રો સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ જેસોર રોડ મેટ્રો સ્ટેશનથી નોઆપરા-જય હિંદ વિમાનબંદર મેટ્રો સેવા, સિયાલદાહ-એસ્પ્લેનેડ મેટ્રો સેવા અને બેલેઘાટા-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેવાને લીલી ઝંડી આપી હતી. જેમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રિય વિમાનમથક સાથેનો પ્રથમ સીધો જાડાણ પણ શામેલ છે. માહિતી અનુસાર, પીએમએ જેસોર રોડ મેટ્રો સ્ટેશનથી જય હિંદ વિમાનબંદર અને પાછા મેટ્રો રાઈડ પણ લીધી છે.વડાપ્રધાન સાથે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ, ભાજપના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદાર પણ હતા. ‘લીલી’, ‘પીળી’ અને ‘નારંગી’ લાઇનો પર ફેલાયેલું આ ૧૩.૬૧ કિલોમીટર લાંબુ નેટવર્ક ૧૯૮૪માં શરૂ થયેલી શહેરની મેટ્રો યાત્રામાં એક નિર્ણાયક ક્ષણ દર્શાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવા રૂટ કોલકાતાના જામ થયેલા રસ્તાઓ પર ભીડ ઘટાડવા અને લાખો લોકોના દૈનિક પ્રવાસમાં પરિવર્તન લાવવાની અપેક્ષા રાખે છે.આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આજે ફરી એકવાર મને પશ્ચિમ બંગાળમાં વિકાસને વેગ આપવાની તક મળી… દરેક વ્યક્તિ ખુશ છે કે કોલકાતાના જાહેર પરિવહનમાં પ્રગતિ થઈ છે… હું કોલકાતાના લોકોને આ વિકાસ પ્રોજેક્ટ્‌સ માટે અભિનંદન આપું છું.’ જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘કોલકાતા જેવા આપણા શહેરો ભારતના ઇતિહાસ અને આપણા ભવિષ્ય બંનેની સમૃદ્ધ ઓળખ છે. આજે, જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દમદમ, કોલકાતા જેવા આ શહેરોની ભૂમિકા ખૂબ મોટી છે… આ ઘટના એ વાતનો પુરાવો છે કે આજનું ભારત તેના શહેરોને કેવી રીતે બદલી રહ્યું છે.’ એ પણ રસપ્રદ છે કે પશ્ચિમ બંગાળ પ્રવાસ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યના લોકોમાં ટીએમસી સામે ગુસ્સો સતત વધી રહ્યો છે, લોકો ભાજપ તરફ આશા સાથે જાઈ રહ્યા છે. પીએમએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ‘હું કોલકાતામાં ભાજપના કાર્યકરો વચ્ચે આવવા માટે આતુર છું. દરેક પસાર થતા દિવસ સાથે ટીએમસી સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. પશ્ચિમ બંગાળ અમારા વિકાસ એજન્ડાને કારણે આશા સાથે ભાજપ તરફ જાઈ રહ્યું છે.’ પીએમ મોદીએ કહ્યું, ‘કોલકાતા જેવા આપણા શહેરો ભારતના ઇતિહાસ અને ભવિષ્ય બંનેની સમૃદ્ધ ઓળખ છે. આજે, જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દમદમ, કોલકાતા જેવા શહેરોની ભૂમિકા ખૂબ મોટી છે.’પીએમ મોદીએ કહ્યું, આજે ફરી એકવાર મને પશ્ચિમ બંગાળના વિકાસને વેગ આપવાની તક મળી છે. મેં હમણાં જ નોઆપરાથી બિમાન બંદર સુધી કોલકાતા મેટ્રોનો આનંદ માણ્યો છે. આ સમય દરમિયાન મને ઘણા સાથીદારો સાથે વાત કરવાની તક પણ મળી. બધા ખુશ છે કે કોલકાતાનું જાહેર પરિવહન હવે ખરેખર આધુનિક બની રહ્યું છે.તેમણે કહ્યું હતું કે એનડીએ સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ એવો કાયદો લાવ્યો છે, જેમાં દેશના વડા પ્રધાન પણ શામેલ છે. આ કાયદામાં મુખ્યમંત્રીઓ અને મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાયદાની રચના પછી, જો કોઈ મુખ્ય પ્રધાન, મંત્રી કે વડા પ્રધાનની ધરપકડ થાય છે, તો તેને ૩૦ દિવસની અંદર જામીન મેળવવા પડશે, અને જા જામીન ન મળે તો તેને ૩૧મા દિવસે ખુરશી છોડવી પડશે. જરા વિચારો, આજે કાયદો એવો છે કે જા કોઈ નાના સરકારી કર્મચારીને ૫૦ કલાક સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તે આપમેળે સસ્પેન્ડ થઈ જાય છે, પરંતુ જા કોઈ મુખ્ય પ્રધાન, મંત્રી કે વડા પ્રધાન હોય, તો તે જેલમાં હોવા છતાં પણ સત્તાનો આનંદ માણી શકે છે. આપણે થોડા સમય પહેલા જાયું છે કે જેલમાંથી ફાઇલો પર સહી કરવામાં આવતી હતી, જેલમાંથી સરકારી આદેશો જારી કરવામાં આવતા હતા. જા નેતાઓ આ જ વલણ ચાલુ રાખશે, તો ભ્રષ્ટાચાર સામેની લડાઈ કેવી રીતે લડી શકાશે?