દર વર્ષની માફક આ વર્ષે પણ અમરેલી શહેરમાં વસતા પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. તા.૧૨ને બુધવારના રોજ લાઠી રોડ પર આવેલા ગણેશ પાર્ટી પ્લોટ ખાતે આ સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા રહેશે, જ્યારે કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત ઠાકરશીભાઈ મેતલિયા (પ્રમુખ અમરેલી વિસ્તાર કડવા પાટીદાર કેળવણી મંડળ) રહેશે. સાંજના ૬ કલાકે સન્માન સમારોહ અને રાત્રિના ૮ કલાકે ભોજન સમારંભ થયા બાદ ૯ઃ૦૦ કલાકે ધીરુભાઈ સરવૈયાની ટીમનો લોક ડાયરો યોજાશે.






































