અમરેલી જિલ્લા ભાજપ દ્વારા તાજેતરમાં ચૂંટાયેલા ૧૧૫ સરપંચોનું સન્માન કરવામાં આવશે. આ સમારોહ આજે ૬ જુલાઈ, રવિવારના રોજ શ્યામ વાડી, લીલીયા રોડ, અમરેલી ખાતે યોજાશે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને સાંસદ ભરતભાઈ સુતરીયા, પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્યો જે.વી. કાકડીયા, હીરાભાઈ સોલંકી અને જનકભાઈ તળાવીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ સન્માન સમારોહમાં નવા ચૂંટાયેલા સરપંચોને રાષ્ટ્ર અને રાજ્ય સરકારની ગ્રામ વિકાસ તથા લોકહિતની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે, તેમ જિલ્લા ભાજપની અખબારી યાદીમાં જણાવાયું છે.