અમરેલીના જાણીતા સુવર્ણ વેપારી, ચંદ્રેશભાઇ ધોળકિયા, તેમના નવા સાહસ, મધુવન ગોલ્ડ આર્ટ નામના નવા શો રૂમનું આગામી સમયમાં ઉદ્દઘાટન કરવામાં આવી રહ્યુ છે. આ શો રૂમ ટાવર રોડ પર આવેલો છે અને તેની થીમ અમરેલીના જાણીતા ટાવર પર આધારિત છે, જે તેને “અમરેલીનું ઘરેણું” એવા ટાવર પરથી થીમ બનાવાવમાં આવી છે. આધુનિક ડિઝાઇન સાથેનો આ શો રૂમ, અમરેલીના લોકોને વિવિધ પ્રકારની ડિઝાઇનના સોના અને ચાંદીના ઘરેણાં એકદમ વાજબી ભાવે પ્રદાન કરશે. ગ્રાહકોને દરરોજ સોનાના સ્ટાન્ડર્ડ ભાવ જાણવાની પણ સુવિધા મળશે, જેથી ખરીદી કરવામાં વધુ પારદર્શિતા રહેશે. મધુવન ગોલ્ડ આર્ટ પરિવાર, આ નવા શો રૂમની મુલાકાત લેવા માટે અમરેલીના તમામ નાગરિકોને હાર્દિક આમંત્રણ પાઠવે છે. આ નવો શો રૂમ ગુણવત્તા, નવીનતા અને વાજબી ભાવના સંયોજન સાથે અમરેલીના સોના-ચાંદીના બજારમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરશે તેમ અંતમાં મધુવન ગોલ્ડ આર્ટના માલિક ચંદ્રેશભાઈ ધોળકીયાએ જણાવ્યું છે.