શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તારીખ ૨૩/૦૩/૨૦૨૫ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૫૫થી વધુ સ્થળોએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. ધોલેરાધામમાં મદનમોહનજી મહારાજની સ્થાપના અને સ્વહસ્તે શિક્ષાપત્રી લખવાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અમરેલીમાં લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ અને લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા નીલકંઠ ચોક, ટાઉન હોલ, જેસિંગપરા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં રક્તની જરૂરિયાત વધારે હોવાથી જાહેર જનતાને રક્તદાન કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે વિનંતી કરવામાં આવી છે.