દિલ્હી એનસીઆરમાં તીવ્ર ઠંડીનો દોર શરૂ થયો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાન ૧.૬ થી ૩ ડિગ્રી સેલ્સીયસ ઘટી શકે છે. ઉત્તરાખંડ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા ઠંડીનું મોજું વધુ તીવ્ર બનાવવાની ધારણા છે. હવામાન વિભાગ કહે છે કે ગાઢ ધુમ્મસ પશ્ચિમ ઉત્તર પ્રદેશને અસર કરી શકે છે. નોઈડા અને ગાઝિયાબાદમાં તાપમાન ઘટ્યું છે. બાગપત, સહારનપુરથી મુઝફ્ફરનગર અને મેરઠ સુધીના ગ્રામીણ વિસ્તારોમાં ધુમ્મસ જાવા મળી રહ્યું છે.
આગામી ૨૪ કલાકમાં દિલ્હીમાં તાપમાન ૧ ડિગ્રી ઘટવાની ધારણા છે. લઘુત્તમ તાપમાન ૯ થી ૧૧ ડિગ્રી સેલ્સીયસની વચ્ચે રહેશે, જ્યારે મહત્તમ તાપમાન ૨૫ થી ૨૭ ડિગ્રી સેલ્સીયસની વચ્ચે રહેવાની ધારણા છે. હવામાન વૈજ્ઞાનિકોએ પશ્ચિમી ક્ષેત્રમાંથી આવતા ભારે પવનોને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બનવાની ચેતવણી આપી છે.દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી રહ્યું,નોઇડામાં લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી રહ્યું,ગાઝિયાબાદમાં
આભાર – નિહારીકા રવિયા લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી રહ્યું,ગુરુગ્રામમાં તાપમાન ૧૦ ડિગ્રી રહ્યું,
છેલ્લા ૨૪ કલાક દરમિયાન, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રી ઘટીને ૯.૩ ડિગ્રી થયું, જ્યારે મહત્તમ તાપમાન પણ ૦.૬ ડિગ્રી ઘટ્યું. દિલ્હીમાં, સફદરજંગ, પાલમ, લોધી રોડ, આયા નગર, રાજઘાટ, મયુર વિહાર, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે. આગામી થોડા દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની ધારણા છે.
રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુ અને ફતેહપુર સીકર જેવા વિસ્તારોમાં તાપમાન ૬-૭ ડિગ્રી સેલ્સીયસ સુધી ઘટી ગયું છે. ઠંડીનો માર નાગૌર અને સીકર જિલ્લાઓને પણ અસર કરવા લાગ્યો છે.
૨૬-૨૭ નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં, ૨૬-૨૮ નવેમ્બર દરમિયાન કેરળમાં અને ૨૬ અને ૨૯ નવેમ્બરે લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ૨૯ નવેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી ૪-૫ દિવસમાં આ વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદની ચેતવણી જારી કરી છે.








































