વિસાવદરની ચૂંટણી બાદ અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત પ્રદેશ સંગઠનના મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની ઉપસ્થિતિ રહી હતી. અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટી સાથે લોકો જોડાય અને આગામી સમયમાં લોકસભા પ્રભારી, વિધાનસભા પ્રભારી- સહપ્રભારી અને ફ્રન્ટલ ટીમના પદાધિકારીઓને રૂબરૂ મળી આગામી વિધાનસભા-લોકસભા ચૂંટણી અન્વયે આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે બુથ લેવલ સુધી જઈ પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચે અને લોકો પાર્ટી સુધી પહોંચે તે બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી.