ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આઇપીએલ ૨૦૨૫ માં સારું પ્રદર્શન કરી શકી નહીં  અને ટીમ પોઈન્ટ ટેબલમાં ૧૦મા સ્થાને રહી. ત્યારબાદ સ્ટાર બેટ્‌સમેન રુતુરાજ ગાયકવાડ શ્રેણીની મધ્યમાં ઘાયલ થઈ ગયા. હવે મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે આગામી સીઝન માટે ગાયકવાડની વાપસી સીએસકેની બેટિંગને મજબૂત બનાવશે. ગાયકવાડ ગયા સિઝનમાં કોણીની ઈજાને કારણે  આઇપીએલની શરૂઆતની મેચો પછી બહાર થઈ ગયો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે અમે અમારા બેટિંગ ઓર્ડર વિશે થોડા ચિંતિત હતા પરંતુ મને લાગે છે કે હવે અમારો બેટિંગ ઓર્ડર એકદમ સેટલ થઈ ગયો છે. રૂતુ (ગાયકવાડ) પાછો ફરશે. તે ઘાયલ હતો. જા તે પાછો ફરશે, તો અમે હવે એકદમ સેટલ થઈ જઈશું. ધોની ગાયકવાડના ઝ્રજીદ્ભમાં પાછા ફરવાથી ખુશ છે, પરંતુ તેમણે કહ્યું કે ફ્રેન્ચાઇઝ આ વર્ષના અંતમાં યોજાનારી નાની હરાજી દ્વારા ટીમને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.

મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે હું એમ નહીં કહું કે અમે ( આઇપીએલ ૨૦૨૫ માં) બેદરકાર હતા. કેટલીક ખામીઓ હતી જેને દૂર કરવાની જરૂર હતી. હરાજી ડિસેમ્બરમાં યોજાવાની છે. અમે તે ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરીશું. ધોનીએ સ્વીકાર્યું કે છેલ્લા બે સિઝનમાં સુપર કિંગ્સનું પ્રદર્શન અપેક્ષા કરતા ઘણું નબળું રહ્યું છે. તેમણે કહ્યું કે ટીમ માટે તે ખામીઓને ઓળખવી મહત્વપૂર્ણ છે. તે મહત્વપૂર્ણ છે કે તમે શીખો.આઇપીએલ ૨૦૨૫ માં ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં ૧૦મા ક્રમે હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ પાંચ વખત ટાઇટલ જીત્યું છે. ગત સિઝનમાં રુતુરાજ ગાયકવાડ ઘાયલ થયા બાદ ધોનીએ કેપ્ટનશીપ સંભાળી હતી. પરંતુ ટીમ ૧૪ મેચમાંથી ફક્ત ચાર જીત સાથે ટેબલમાં ૧૦મા ક્રમે રહી.