કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) આગામી આઇપીએલ સીઝન પહેલા તેમના કોચિંગ વિભાગને મજબૂત બનાવવા માંગે છે. હરાજી પહેલા, કેકેઆરએ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટિમ સાઉથીને ટીમના નવા બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. સાઉદીએ ન્યુઝીલેન્ડ માટે ૧૦૭ ટેસ્ટ મેચ, ૧૬૧ વનડે અને ૧૨૬ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે બધા ફોર્મેટમાં ૭૭૬ વિકેટ લીધી છે.સાઉદી એક ખેલાડી તરીકે કેકેઆરનો પણ ભાગ રહ્યો છે. તેણે ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩ સીઝનમાં કેકેઆરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સાઉદીએ કહ્યું,કેકેઆર હંમેશા મને ઘર જેવું લાગ્યું છે, અને આ નવી ભૂમિકામાં પાછા ફરવું એ સન્માનની વાત છે. આ ફ્રેન્ચાઇઝીમાં અદ્ભુત સંસ્કૃતિ, ઉત્સાહી ચાહકો અને ખેલાડીઓનો એક મહાન જૂથ છે. હું બોલરો સાથે નજીકથી કામ કરવા અને આઇપીએલ ૨૦૨૬ માં ટીમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે આતુર છું.કેકેઆરના સીઇઓ વેંકી મૈસૂરએ જણાવ્યું હતું કે, “અમને કેકેઆર પરિવારમાં કોચ તરીકે ટિમ સાઉથીનું સ્વાગત કરતાં આનંદ થાય છે. ટિમનો અનુભવ અને ટેકનિકલ કુશળતા અમારા બોલિંગ યુનિટને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમની નેતૃત્વ કુશળતા અને શાંત વર્તન તેમને અમારા યુવા બોલરો માટે એક આદર્શ માર્ગદર્શક બનાવે છે.”કેકેઆરે અગાઉ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસનને સહાયક કોચ તરીકે અને અભિષેક નાયરને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા.આઇપીએલ ૨૦૨૫ માં દ્ભદ્ભઇ નું પ્રદર્શન નબળું હતું, અને હવે કેકેઆર ટીમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કેકેઆર ૧૪ લીગ મેચમાંથી ફક્ત પાંચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું.