જુન મહિનાનું પહેલું સપ્તાહ હવે પુરુ થવા આવ્યું છે. સૌ કોઇ ચોમાસુ બેસવાની રાહ જોઇ રહ્યા છે. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ ગરમી અને બાફનું પ્રમાણ ખુબજ વધારે હોવાથી લોકો હેરાન-પરેશાન છે..

દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.. પવનમાં ભેજના કારણે છૂટાછવાયા વરસાદની આગાહી છે. દાહોદ ,પંચમહાલ ,વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ ,નર્મદા, સુરત ,તાપી ,નવસારી, ડાંગ ,વલસાડ, પોરબંદર, જુનાગઢ ,ગીર સોમનાથ ,દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે રાજકોટ ,અમરેલી, બોટાદ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવે હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી પર નજર કરીએ તો રાજ્યના હવામાનમાં પલટો આવશે તેવી આગાહી તેમણે કરી છે. તેમણે કહ્યું કે, ‘બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે ૧૭થી ૧૯ જૂન સુધી બંગાળના ઉપરાગરમાં સિસ્ટમ બનશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, હજુ થોડા દિવસ રાજ્યમાં ગરમીનું પ્રમાણ રહેશે. ૧૦ જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે. ૧૧ જૂનથી ચોમાસાની ગતિ ભારે બનશે અને ૧૨-૧૩ જૂનમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આગળ વધશે. જેના પગલે ૧૩ જૂન પછી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ૧૩ જૂન પછી રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વર્ષે ચોમાસામાં ચિંતા કરવા જેવું નથી’

હવામાન નિષ્ણાંતે કહ્યું કે, ૧૨ થી ૧૩ જૂનમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ આવી શકે છે, જેના પગલે ૧૩ જૂન બાદ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ૨૨ જૂન સુધીમાં ચોમાસુ ગુજરાતને આવરી લેશે.