ગુજરાતની જનતાએ કાંતિ અમૃતિયાના રાજીનામાનો હાઈવોલ્ટેજ ડ્રામા જાયો. ત્યારે રાજનામાની વાતને આમ આદમી પાર્ટીના નેતાઓએ રાજકીટ નાટક ગણાવ્યુ. આપના નેતા પ્રવીણ રામે કહ્યું કે, આખી સરકાર રાજીનામું આપી દો અને પછી ચૂંટણી કરાવો. રોડ રસ્તાની બિસ્માર હાલત, ગંભીરા બ્રિજની હાલત, યોજનાના કૌભાંડોથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કાંતિકાકા અને ભાજપને નોટંકી કરી છે. જાત્રા જતા હોય તેમ બધા લોકો તેમના મૂકવા આવ્યા હતા. બધાના લોકોના ચહેરા પર હાસ્ય હતું, આ બધાના ચહેરા પર જે રીતે હાસ્ય હતું તે જોઈ લાગતુ હતુ, બધાને લાગતું કે, કાંતિકાકા રાજીનામું આપે તો કાંટો મોરબીથી નીકળી જાય. રાજીનામા આપવાની વાત તો તમે એકલાએ કરી છે. ગોપાલભાઈએ ક્યાંય રાજીનામું આપવાની વાત કરી નથી. તેમણે તો એટલું જ કહ્યું કે, તમે ૧૨ તારીખે ૧૨ વાગે રાજીનામું આપી દો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર. લોકોના મુદ્દા પરથી ધ્યાન ભટાકવવા નાટક ચાલે છે. ગોપાલભાઈને તો હજી શપથ જ લેવડાવ્યા નથી, તો કાંતિકાકા ત્યાં શંકરભાઈ ચૌધરીને એ પણ કહેતા આવજા કે તેમના વહેલામાં વહેલી તકે શપથ કરાવજા, અને પછી બીજી ચર્ચા કરીશું. ત્યાં જુસ્સા સાથે પેટ્રોલ બાળીને ગયા છો, તો એમ ને એમ પાછા નહિ આવતા, નહિ તો ગુજરાતને મજા નહિ આવે. રાજીનામું આપીને જ આવજો. તમે મરજ માણસ છો, પાછા પગે મોરબી આવજા તો સારુ નહિ લાગે.

તમને કામ કરવામાં ધ્યાન નથી. આવી રીજનીતિ કરીને લોકોમ ધ્યાન ભટાકવવામાં રસ છે. તમારે રાજીનામુ આપવું હોય તો આખેઆખી સરકાર રાજીનામું આપે, ૧૬૧ ધારાસભ્યો રાજીનામું આપે. અમે તમારી સામે લડવા માટે તૈયાર છીએ. આ ચેલેન્જ હું ભાજપની સરકારને આપું છું.

આપના નેતા પ્રવીણ રામે કાંતિ અમૃતિયાના રાજીનામાને નૌટંકી ગણાવી. હાલની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ અને કાંતિકાકા નાટક કરી રહ્યા હોય એવો પ્રવીણ રામનો આક્ષેપ કર્યો. તેમજ કાંતિકાકા ગાંધીનગર જવા

રવાના થયા એમને આપનેતા પ્રવીણ રામે નૌટંકી ગણાવી. જા રાજીનામાં જ આપવા હોય તો આખી સરકારનું રાજીનામું આપી દો અને ચૂંટણી કરાવો એવી આપ નેતા પ્રવીણ રામે ભાજપને ચેલેન્જ આપી.

તેમણે કહ્યું કે, ગુજરાતના રોડ રસ્તાની હાલત, ગંભીરા બ્રીજની ઘટના, નલ સે જલ અને મનરેગા યોજનામા ભ્રષ્ટાચાર પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભાજપે કાંતિકાકાને કોન્ટ્રાક્ટ આપ્યો છે. ગોપાલ ઈટાલિયાએ પોતે રાજીનામું આપવાની વાત જ નથી કરી અને હજુ શપથ જ નથી થયા તો ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી આવતી. કાંતિકાકા ગાંધીનગર જઈને વીડિયો બનાવીને જેમ વાઘ માર્યો હોય એમ નાટક કરશે અને ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવવાનું કામ કરશે.

ઈસુદાન ગઢવીએ વાતચીતમાં જણાવ્યું કે, ભાજપ ખોટા ગતકડાં કરે છે એટલે લોકોના પ્રશ્નોને વાચા નથી મળતી. હું કહું છું કે ગોપાલ ઈટાલીયા રાજીનામુ નહી આપે, એ શું કામ આપે? એવુ હોય તો ભાજપના તમામ લોકો રાજીનામુ આપે. ભાજપ સત્તામાંથી જાય અને અમે આવીયે ત્યાર બાદ જ લોકોના પ્રશ્નોને વાચા મળશે.