ભારતમાં ક્રિકેટ ખૂબ પ્રખ્યાત છે અને ક્રિકેટને અહીં એક ધર્મ માનવામાં આવે છે. ક્રિકેટને ઓલમ્પિકમાં પણ સામેલ કરવામાં આવ્યું છે અને ધીમે ધીમે તે સમગ્ર વિશ્વમાં તેના પાંખો ફેલાવી રહ્યું છે. હવે આઇસીસીએ સિંગાપોરમાં વાર્ષિક બેઠક યોજી છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં, આઇસીસીએ ક્રિકેટ પરિવારનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે.આઇસીસીએ તિમોર લેસ્ટે ક્રિકેટ ફેડરેશન અને ઝામ્બીયા ક્રિકેટ એસોસિએશનના રૂપમાં બે દેશોને સહયોગી સભ્યો તરીકે સામેલ કર્યા છે.
આઇસીસીમાં બે નવા એસોસિયેટ સભ્ય દેશોના ઉમેરા સાથે, કુલ સભ્યોની સંખ્યા વધીને ૧૧૦ થઈ ગઈ છે. તે જ સમયે, અમેરિકા ક્રિકેટને વ્યાપક વહીવટી સુધારા કરવા માટે ત્રણ વધારાના મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેમાં આ સમયગાળામાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવાનો પણ સમાવેશ થાય છે.
ઝામ્બીયા આઇસીસીમાં જાડાનાર ૨૨મો આફ્રિકન દેશ બન્યો છે. બીજી તરફ, તિમોર-લેસ્ટે ૧૦મો પૂર્વ એશિયા પેસિફિક એસોસિયેટ દેશ બન્યો છે. ૨૨ વર્ષ પહેલાં ફિલિપાઇન્સ જાડાયા પછી આ પહેલો દેશ છે. હવે આ બે નવા દેશોના જાડાવાથી, ક્રિકેટ વધુ લોકપ્રિય બનશે, જેનાથી તેના ચાહકોમાં વધારો થશે.
સિંગાપોરમાં યોજાયેલી બેઠકમાં,આઇસીસીએ નિર્ણય લીધો છે કે આગામી ત્રણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનું આયોજન ઇંગ્લેન્ડ કરશે.ઇસીબીના ચીફ એક એક્ઝક્યુટિવ રિચાર્ડ ગોલ્ડે જણાવ્યું હતું કે અમને ખૂબ આનંદ છે કે આગામી ત્રણ ઉ્ઝ્ર ફાઇનલનું આયોજન કરવા માટે ઇંગ્લેન્ડ અને વેલ્સની પસંદગી કરવામાં આવી છે. આ ફાઇનલનું આયોજન કરવું એ સન્માનની વાત છે અને અમે અગાઉના તબક્કાઓની સફળતાને આગળ ધપાવવા માટે આઇસીસી સાથે નજીકથી કામ કરવા આતુર છીએ.