ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝન ૨૮ માર્ચથી શરૂ થશે, જેમાં બીસીસીઆઇએ પહેલી ૨૦ મેચનો સમયપત્રક જાહેર કર્યો છે. દરમિયાન, કોલકાતા નાઈટ રાઈડર્સ, જે ૨૯ માર્ચે મુંબઈઇન્ડિયન સામે આગામી સિઝનની પોતાની પહેલી મેચ રમવાની છે, તેમને ખરાબ સમાચાર મળ્યા છે. તેમના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા આખી સિઝન માટે બહાર થઈ જશે તે લગભગ નક્કી છે. રાણા કેકેઆર બોલિંગ વિભાગનો મુખ્ય ભાગ છે, તેથી ફ્રેન્ચાઇઝ માટે તેનો વિકલ્પ શોધવો મુશ્કેલ કાર્ય હશે.
હર્ષિત રાણા શરૂઆતમાં તાજેતરમાં પૂર્ણ થયેલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ટીમ ઇન્ડિયન ટીમનો ભાગ હતો. જાકે, ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, તે દક્ષિણ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં બોલિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને ટીમ ઇન્ડિયનવર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તે હજુ સુધી તેની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી.એક સૂત્રે નિવેદનમાં જણાવ્યું હતું કે હર્ષિત રાણા આગામી આઈપીએલ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. કેકેઆરએ હજુ સુધી તેના રિપ્લેસમેન્ટ અંગે કોઈ નિર્ણય લીધો નથી. આ ચોક્કસપણે ફ્રેન્ચાઇઝ માટે એક મોટો ફટકો છે.
જ્યારે હર્ષિત રાણાની આખી સીઝનમાં ગેરહાજરી કેકેઆર માટે એક મોટો ફટકો છે, ત્યારે શ્રીલંકાના ફાસ્ટ બોલર મથિશા પથિરાનાની ફિટનેસ પણ ચિંતાનો વિષય છે. મથિશા પથિરાના ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ના સુપર ૮ માં ઘાયલ થયા હતા, અને ત્યારથી તેમની ફિટનેસ અંગે કોઈ મોટી અપડેટ બહાર પાડવામાં આવી નથી.આઇપીએલ ૨૦૨૬ ના પ્રથમ તબક્કામાં, કેકેઆર તેમની પ્રથમ મેચ મુંબઈઇન્ડિયન સામે રમશે, ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્‌સ સામે રમશે, જે ત્રણેય તેમના હોમ ગ્રાઉન્ડ, ઇડન ગાર્ડન્સ પર રમાશે.