આઇપીએલ ૨૦૨૫ સમાપ્ત થઈ ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે પંજાબ કિંગ્સને ૬ રનથી હરાવીને ટાઇટલ જીત્યું. ૧૭ વર્ષ પછી, આરસીબીએ આખરે ટાઇટલ જીત્યું.આઇપીએલને આરસીબીના રૂપમાં આ સીઝનમાં એક નવો ચેમ્પિયન મળ્યો છે. આ સાથે, આ સીઝનમાં ઘણા વધુ રેકોર્ડ પણ તૂટ્યા છે. ચાલો તમને જણાવીએ કે આઇપીએલ ૨૦૨૫ માં કયા રેકોર્ડ બન્યા છે.
આઇપીએલ ૨૦૨૫ માં ૨૬૮૩૧ રન બન્યા હતા. આ આઇપીએલની કોઈપણ સીઝનમાં સૌથી વધુ રન છે. તે જ સમયે, આ સીઝનમાં કુલ ૨૨૪૫ ચોગ્ગા અને ૧૨૯૪ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. અગાઉ, કોઈપણ સીઝનમાં આટલી બધી બાઉન્ડ્રી (ચોગ્ગા અને છગ્ગા) ફટકારવામાં આવી ન હતી. આ પણ એક નવો રેકોર્ડ છે.આઇપીએલ ૨૦૨૫ માં ૨૦૦ થી વધુના કુલ ૫૨ સ્કોર બનાવવામાં આવ્યા હતા, જે કોઈપણ સીઝનમાં બનાવેલા ૨૦૦+ સ્કોરનો સૌથી વધુ આંકડો છે.
આઇપીએલ ૨૦૨૫ માં બનેલા રેકોર્ડ્‌સ
એક સિઝનમાં સૌથી વધુ રનઃ ૨૬૩૮૧
એક સિઝનમાં સૌથી વધુ રન/વિકેટઃ ૩૦.૩૯
એક સિઝનમાં પ્રતિ ઓવર સૌથી વધુ રનઃ ૯.૬૨
એક સિઝનમાં સૌથી વધુ ચોગ્ગાઃ ૨૨૪૫
એક સિઝનમાં સૌથી વધુ છગ્ગાઃ ૧૨૯૪
૨૦૦ થી વધુના સૌથી વધુ સ્કોરઃ ૫૨
આઇપીએલ ૨૦૨૫ ની અંતિમ મેચમાં કુલ ૨૩ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જે ૨૦૧૬ ની ફાઇનલમાં લાગેલા ૨૩ છગ્ગાની બરાબર છે અને હવે તે સંયુક્ત રેકોર્ડ છે. પંજાબ કિંગ્સે અંતિમ મેચમાં ૧૪ છગ્ગા ફટકાર્યા હતા, જે આઇપીએલ ફાઇનલમાં કોઈપણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગા છે. અગાઉ, ૨૦૧૧ માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ૨૦૧૬ માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ ફાઇનલમાં ૧૩-૧૩ છગ્ગા ફટકાર્યા હતા.
રજત પાટીદારની કેપ્ટનશીપમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઇપીએલ ૨૦૨૫ ની ફાઇનલમાં પંજાબ કિંગ્સને ૬ રનથી હરાવ્યું અને વર્ષોથી ચાલી રહેલા ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો. છેલ્લા ૧૭ વર્ષમાં, આરસીબી ટીમે ત્રણ ફાઇનલ રમી હતી પરંતુ તેમને ૧૮મી સિઝનમાં ટાઇટલ જીતવાની તક મળી. આ જીત પછી, કેપ્ટન રજત પાટીદારે ખુલાસો કર્યો કે ક્વોલિફાયર-૧ પછી જ તેમને લાગવા લાગ્યું કે તેમની ટીમ આ સિઝનમાં ટાઇટલ જીતી શકે છે. આ ઉપરાંત, તેમણે કોહલી અને ઇઝ્રમ્ ચાહકોને ટ્રોફીના લાયક પણ ગણાવ્યા.