રાજ્યના નવા ગૃહસચિવ કોણ હશે તેને લઇ આઇએએસ બેડામાં અને સચિવાલયમાં ખૂબ જ અટકળો ચાલી રહી હતી અને આખરે તેનો અંત આવ્યો છે. કેન્દ્રમાંથી પરત ફરેલા રાજકુમાર ગુજરાતના નવા ગૃહસચિવ તરીકે સોમવારથી ચાર્જ સંભાળશે.
નોંધનીય છે કે, અત્યારે ગૃહસચિવની જગ્યા પર રાજીવ ગુપ્તા કાર્યભાર સાંભળી રહ્યા હતા.રાજકુમાર સેક્રેટરી ડિફેન્સ પ્રોડક્શન રાજ કુમાર કે જેઓ ગુજરાત કેડરના ૧૯૮૭ બેચના આઇએએસ છે, તેમને રાજ્ય સરકારની વિનંતી પર તેમને પાછા મોકલવામાં આવ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે રાજ કુમાર ગુજરાતના આગામી મુખ્ય સચિવ બની શકે છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમાર મે ૨૦૨૨ માં નિવૃત્ત થાય છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ડિસેમ્બર્ર૨૨ માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંકજ કુમારને એક્સ્ટેંશન આપવામાં આવશે પરંતુ રાજ કુમારનું ઘર વાપસી સમીકરણો બદલી શકે છે.
૧૯૮૭ બેચના આઇએએસ ઓફિસ, રાજ કુમારે આર્થિક બાબતોના વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે, અગ્ર સચિવ, ગુજરાત સરકાર અન્ન અને પુરવઠા વિભાગમાં પણ સેવા આપી છે.રાજ કુમાર ઉત્તર પ્રદેશના બદાઉનના છે અને તેમણે આઇઆઇટી કાનપુરમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેણે ટોક્યોમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ પણ કર્યું છે. રાજ કુમાર ૨૦૧૫ થી દિલ્હીમાં છે. સંરક્ષણ ઉત્પાદન વિભાગમાં ફરજ બજોવતા પહેલા કર્મચારી રાજ્ય વીમા નિગમના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી.