પાકિસ્તાની ખેલાડીઓ હવે ઈંગ્લેન્ડની પ્રખ્યાત લીગ, ધ હંડ્રેડમાં રમી શકશે નહીં. ઇંનડિયન પ્રીમિયર લીગ ટીમોની આંશિક માલિકીની ફ્રેન્ચાઇઝી દ્વારા પાકિસ્તાની ક્રિકેટરોને આ ટુર્નામેન્ટમાંથી પ્રતિબંધિત કરી શકાય છે. ધ હંડ્રેડમાં ચાર ટીમો આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓની માલિકીની છે અને તેમણે પાકિસ્તાની ખેલાડીઓને ખરીદવાનો નિર્ણય લીધો નથી. એ નોંધવું જાઈએ કે માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ, એમઆઈ લંડન, સધર્ન બ્રેવ્સ અને સનરાઇઝર્સ લીડ્સ ધ હંડ્રેડમાં ભારતીયોની માલિકીના છે, અને આ ટીમો તેમની ટીમમાં પાકિસ્તાની ખેલાડીઓનો સમાવેશ કરશે નહીં.
ધ હંડ્રેડ માટે બે દિવસીય હરાજી માર્ચમાં યોજાશે. મહિલા ખેલાડીઓની હરાજી ૧૧ માર્ચે અને પુરુષ ખેલાડીઓની હરાજી ૧૨ માર્ચે થશે. આ હરાજી લંડનમાં યોજાશે. બીબીસીના અહેવાલ મુજબ, હરાજી માટે ૧૮ દેશોના આશરે ૧,૦૦૦ ક્રિકેટરોમાં પાકિસ્તાની ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આ હરાજીમાં ચાર આઈપીએલ-સંલગ્ન ટીમો તેમના માટે બોલી લગાવશે નહીં.
બીબીસીના અહેવાલ મુજબ, ઇસીબીના એક વરિષ્ઠ અધિકારીએ અનૌપચારિક રીતે એક ખેલાડી એજન્ટને કહ્યું છે કે ચાર આઈપીએલ ફ્રેન્ચાઇઝી પાકિસ્તાની ક્રિકેટરોને હસ્તગત કરવાનો પ્રયાસ કરશે નહીં. ધ હંડ્રેડના વેચાણ પહેલાં,ઇસીબીના Âક્ઝક્્યુટિવ ચેરમેન રિચાર્ડ ગોલ્ડને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતીય રોકાણને પગલે પાકિસ્તાની ખેલાડીઓને લીગમાં રમવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે રાષ્ટÙીયતાના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં, પરંતુ હાલમાં એવું લાગતું નથી. મોહમ્મદ આમિર, ઇમાદ વસીમ, શાહીન આફ્રિદી, શાદાબ ખાન અને હરિસ રૌફ જેવા ખેલાડીઓ મેન્સ હંડ્રેડમાં રમી ચૂક્યા છે. આગામી સિઝનમાં આ ખેલાડીઓને કોણ ખરીદે છે તે જાવું રસપ્રદ રહેશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા વર્ષોથી તણાવપૂર્ણ રહ્યા છે. બંને ટીમો ફક્ત એશિયા કપ અને આઇસીસી ટુર્નામેન્ટમાં જ ક્રિકેટના મેદાન પર એકબીજાનો સામનો કરી છે. તેથી, કોઈપણ આઇપીએલ ફ્રેન્ચાઇઝી તેની ટીમમાં પાકિસ્તાની ક્રિકેટરોનો સમાવેશ કરતી નથી. માત્ર આઇપીએલમાં જ નહીં, પરંતુ જીછ૨૦ અને સીપીએલ જેવી અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ લીગમાં પણ આઇપીએલ માલિકો દ્વારા પાકિસ્તાની ખેલાડીઓની પસંદગી કરવામાં આવતી નથી. આઇએલટી ૨૦ માં પણ, ફક્ત અમેરિકન માલિકીની ડેઝર્ટ વાઇપર્સ તેમની ટીમમાં પાકિસ્તાની ખેલાડીઓનો સમાવેશ કરે છે.










































