પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશની મુલાકાતે હતાં, જ્યાં પુટ્ટપર્થીમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, “પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થાય છે. હું આ પવિત્ર સ્થળની દિવ્યતામાં ડૂબી જવા અને આ ક્ષેત્ર અને માનવતામાં ભગવાનના અપાર યોગદાનને યાદ કરવા માટે ઉત્સુક છું.” ત્યારબાદ પીએમ મોદીએ પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના પવિત્ર મંદિર અને મહાસમાધિમાં પ્રાર્થના કરી.
મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં હાજરી આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને કેન્દ્રીય મંત્રીઓ રામ મોહન નાયડુ, કિંજરાપુ અને જી. કિશન રેડ્ડી પણ હાજર હતા.
આ પ્રસંગે, પીએમ મોદીએ સત્ય સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને શાશ્વત વારસાને માન આપતો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટોનો સેટ પણ બહાર પાડ્યો. પુટ્ટપર્થીથી, પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુર જશે, જ્યાં તેઓ દક્ષિણ ભારત કુદરતી ખેતી સમિટનું ઉદ્ઘાટન કર્યું










































