લસુંદ્રા ગામની પાટીદાર દીકરીના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ દિવસેને દિવસે વકરતો જ જાય છે. રવિવારે માતા અને પાસના આગેવાનોએ પાટીદાર દીકરીની હત્યા થઈ હોવાની શક્યતા દર્શાવી હતી. આ સાથે દીકરી તેની સાથે ૧૭ તોલા સોનું અને બે લાખ કરતા પણ વધારે રોકડ રકમ લઈ ગઈ હોવાનો દાવો કરાયો હતો. જાકે, આ વિવાદમાં હવે દીકરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, હું મારા પતિ સાથે સલામત છું. જા હવે કોઈ પતિ કે તેના સંબંધીઓને હેરાન કરશે તો અમારે આત્મહત્યા કરવી પડશે.
પાટીદાર દીકરીએ વીડિયોમાં જણાવ્યું છે કે, “મેં સાતમી માર્ચના રોજ લગ્ન કરી લીધા છે. હું પુખ્તવયની છું અને મારા લગ્ન કાયદેસરના છે. એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લાની પોલીસ મારા પતિ પર ખોટા ગુના દાખલ કરીને મારા પતિના સગાંસંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે.”
આ સાથે તેણે એમ પણ જણાવ્યું કે, “હું મારા પતિ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી. મારું અપહરણ થયું નથી અને મારી હત્યાની ખોટી વાતો વહેતી કરવામાં આવી છે. હાલ હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશને જવાબ લખાવવા હાજર થઈશ તો પટેલ આગેવાનો કે પોલીસ હુમલો કે અપહરણ કરશે. જેથી ખેડા જિલ્લા પોલીસવડાને વિનંતી છે કે, ખોટી કાર્યવાહી કરવી નહીં. મારા સાસુ અને તેમના સગાઓને રક્ષણ આપવા માટે વિનંતી છે. આ અંગે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. જા હવે મારા પતિના સંબંધીઓને કોઈ હેરાન કરશે તો અમારે બંનેએ આત્મહત્યા કરવી પડશે. જેના જવાબદાર ખેડા જિલ્લા પોલીસ તથા એસપીજી ગ્રુપ તથા મારા પરિવાર વડા રહેશે.”
આ સાથે દીકરીએ જણાવ્યું છે કે, “હું મારી સાથે કોઈ રૂપિયા કે સોનું લાવી નથી. મેં પુખ્ત વયની ઉંમરે લગ્ન કર્યા છે. તો અમને કોઈ હેરાન કરશો નહીં.” રવિવારે પાસ આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, “દીકરી સાથે ખૂબ મોટી છેતરપિંડી થઈ હોવાની આશંકા છે. દીકરી ૧૮ વર્ષની છે અને તેની સામે ભગાડનારની ઉંમર ૩૨ વર્ષ છે. દીકરી ભાગ્યા પછી અમારી સામે લાવવામાં આવી નથી. અમે આ દીકરીની તપાસ કરતાં કરતાં ધનસુરામાં રણછોડભાઈ ભુવાજી જે પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ છે તેમને મળ્યા હતા. ત્યારે તેમને સ્વીકાર્યું હતું કે, જે દીકરો દીકરીને ભગાડી ગયો છે તેની બહેનનું સગપણ મારા દીકરા સાથે થયું છે. એટલે જ્યાં સુધી મોટા ભાઈનું લગ્ન ન થાય ત્યાં સુધી બહેનનું લગ્ન પણ ન થાય. તે માટે આ પગલું ભરાયું છે. આ અંગે અમે અને તેમના સમાજના આગેવાનોએ તેમની સાથે વાત કરી હતી. ત્યારે તેમણે બે દિવસનો સમય માંગ્યો. જે બાદ રણછોડ ભુવાજીના ઘરે જઈને તેમને મળ્યા અને તે બાદથી તેમનો પણ પત્તો લાગતો નથી. દીકરી સાથે અઘટિત ઘટના બની હોવાનું અમને લાગે છે. મોડાસાના કઠલાલ પોલીસ સ્ટેશને જ્યારે આ દીકરીને લાવવામાં આવી ત્યારે પોલીસ આવી ત્યાં તો આ લોકો ફરાર થઈ ગયા હતા. અમે દીકરીને જાઈ જ નથી.”
તેમણે વધુમાં કહ્યુ હતુ કે, “દીકરીના માતા અને આન્ટી જ્યારે રણછોડ ભુવાજીના ઘરે ગયા તો ત્યાં એના ભાઈએ એવું કહ્યું કે, છૂટું કરવું હોય તો ૨૫ લાખ આપવા પડશે. આ અમારા સમાજનો રિવાજ છે. જા તમે રૂપિયા નહીં આપો તો તમે તમારી દીકરીના અંશો પણ ભૂલી જજા. આ સાંભળતા જ અમે કઠલાલ અને ખેડા પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરી છે. આ દીકરીની હત્યા થઈ હોય તેવી અમને આશંકા છે. ૧૫ દિવસમાં ક્દીયારેય કરી કોઈની સામે આવી નથી.”
દીકરીની માતાએ આ અંગે જણાવ્યું કે, “મારી દીકરી કોલેજથી બસમાં બેસે ત્યારે મને ફોન કરે, પરંતુ તે દિવસે તેનો ફોન ન આવ્યો તો મેં ચિંતામાં સામેથી ફોન કર્યો હતો. ત્યારે તેનો ફોન બંધ હતો. દીકરી સાથે કાંઈક અઘટિત બની ગયું છે તેવી આશંકા છે. દીકરી સાથે જારજબરદસ્તીથી લગ્ન કરાયા છે. પિયુષ ડમ્પરનો ડ્રાઇવર છે જે માત્ર ૭ ચોપડી જ પાસ છે. પિયુષના પરિવાર સાથે મુલાકાત કરી એટલે તેઓએ છૂટાછેડા માટે ૨૫ લાખ માંગ્યા હતા. દીકરી ગઈ પછી મેં એને જાઈ જ નથી. મારી દીકરી આવું ન કરી શકે તેને જબરદસ્તીથી આવું કરાયું હોવું જાઈએ.”