છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં મેઘ મહેર થવા પામી છે. મોડાસર ચોકડી ઉપર વરસાદના કારણે પાણી ભરાયા હતા. છોટા ઉદેપુર નસવાડી સહિતને જાડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા. ઘુંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. વારંવાર પાણીની સમસ્યા છતાં તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું નથી.છોટા ઉદેપુરના બોડેલીમા ધોધમાર વરસાદ વરસ્યો છે. અલીપુરા, ઢોકલીયા સહિત વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. રોડ, રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાધના નગરની સોસાયટીમાં મકાનોમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા. વરસાદી પાણી ઘરમાં ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. વર્ધમાન નગર અને દિવાન ફળિયા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.છોટા ઉદેપુરમાં અવિરત વરસાદના પગલે અશ્વિન નદી બે કાંઠે વહેલી થઈ હતી. નસવાડી તાલુકાના ૬ જેટલા ગામ સંપર્ક વિહોણા થયા હતા. નસવાડીમાં સતત ૬ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે નસવાડીના ૩ તળાવો છલોછલ ભરાયેલા છે. હજુ પણ નદીનું જળસ્તર વધવાની શક્્યતાથી તંત્ર એલર્ટ છે.