સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ જાતીય શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે.પાસ્કો કોર્ટના આદેશ બાદ, પ્રયાગરાજના ઝુનસી પોલીસ સ્ટેશનમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસે પોસ્કો એક્ટની કલમ ૫ અને ૬ સહિત અનેક કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરી છે.

તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. બે કથિત સગીર પીડિતો વતી ઝુનસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં એફઆઇઆર નોંધવાની વિનંતી કરવામાં આવી હતી. ૨૮ જાન્યુઆરીના રોજ, એફઆઇઆર નોંધાઇ ન હતી, ત્યારબાદ કલમ ૧૭૩ (૪) હેઠળ જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.  રેપ અને પોસ્કો સ્પેશિયલ કોર્ટે ૨૧ ફેબ્રુઆરીના રોજ અરજી મંજૂર કરી અને એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.એડીજે પોસ્કો એક્ટ વિનોદ કુમાર ચૌરસિયાના આદેશ પર, ઝુનસી પોલીસ સ્ટેશને એફઆઇઆર નોંધી છે. પોલીસે હવે આ મામલાની તપાસ શરૂ કરી છે.