દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં ભંડોળની તપાસ હાથ ધરવામાં આવશે. ઈડી અને અન્ય એજન્સીઓ એનઆઇએ સાથે મળીને તપાસ કરશે. વધુમાં, અલ-ફલાહ યુનિવર્સિટી પણ સંપૂર્ણ ફોરેન્ચિક તપાસમાંથી પસાર થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે ગૃહ સચિવ, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર, ડીજી એનઆઇએ અને ગૃહ મંત્રાલયના અન્ય ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઈડી અને અન્ય નાણાકીય તપાસ એજન્સીઓ લાલ કિલ્લા વિસ્ફોટ કેસના ભંડોળની તપાસ માટે એનઆઇએ સાથે મળીને કામ કરશે. અલ-ફલાહ યુનિવર્સિટીમાં ફોરેન્ચિક તપાસ પણ કરવામાં આવશે. ઈડી અને અન્ય નાણાકીય તપાસ એજન્સીઓ યુનિવર્સિટી સાથે સંકળાયેલા એક ડાક્ટરની નાણાકીય પ્રવૃત્તિઓની પણ તપાસ કરશે.આ સમગ્ર કેસમાં ભંડોળ અને મની લોન્ડરિંગ જેવા નાણાકીય બાબતોની તપાસ કરવામાં આવશે. ૧૦ નવેમ્બરે દિલ્હીમાં થયેલા વિસ્ફોટથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. આ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં નવા નામો બહાર આવી રહ્યા છે.આજે, આ કેસમાં ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરથી બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. યુપીના હાપુરના ડો. ફારૂકની પણ અટકાયત કરવામાં આવી છે. ફારૂક જીએસ મેડિકલ કોલેજમાં સહાયક પ્રોફેસર છે. તેમણે અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી એમબીબીએસ પૂર્ણ કર્યું છે. બ્લાસ્ટ કેસમાં ડો. ફારૂકની પૂછપરછ કરવામાં આવી રહી છે.સરકારે દિલ્હી વિસ્ફોટને આતંકવાદી હુમલો માન્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે રાષ્ટ્રવિરોધી શક્તિઓનું કાવતરું છે. આ ઘટનાની તપાસ અત્યંત ઝડપી અને વ્યાવસાયિકતા સાથે કરવામાં આવશે. ગુનેગારોને શક્ય તેટલી વહેલી તકે ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી તપાસ હેઠળ છે. આવી યુનિવર્સિટીઓનું નિરીક્ષણ કરતી એનએએસી કહે છે કે અલ ફલાહ યુનિવર્સિટી પાસે માન્યતા નથી અને તેની માન્યતા સમાપ્ત થયા પછી તેણે ક્યારેય તેના માટે અરજી કરી નથી. ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીએ યોગ્ય પ્રક્રિયા વિના કાશ્મીરના બે બરતરફ ડોકટરોને કેવી રીતે નોકરી આપી તે અંગે પણ પ્રશ્નો ઉભા થાય છે. ૨૦૨૩ માં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યા બાદ તેણે ડો. નાસિરને નોકરી પર રાખ્યા. દિલ્હી બોમ્બ ધડાકાના ગુનેગાર ડો. ઉમરને અનંતનાગની હોસ્પિટલલમાંથી બરતરફ કરવામાં આવ્યા હોવા છતાં અલ ફલાહમાં નોકરી મળી.અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક અને ટ્રસ્ટીઓ પણ શંકાના દાયરામાં છે. જાવેદ અહેમદ સિદ્દીકી અલ ફલાહના મેનેજિંગ ટ્રસ્ટી અને સ્થાપક છે. તેમના કોર્પોરેટ નેટવર્ક અને ભૂતકાળના ફોજદારી કેસોને કારણે પણ શંકા તેમના તરફ ઈશારો કરી રહી છે.સિદ્દીકીના નવ કંપનીઓ સાથે સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. આ બધી કંપનીઓ અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જાડાયેલી છે, જે યુનિવર્સિટીનું સંચાલન કરે છે. તે શિક્ષણ, આઇટી, ઉર્જા અને રોકાણ સંબંધિત કંપનીઓમાં ડિરેક્ટર છે. આ બધી કંપનીઓ દિલ્હીના ઓખલાના જામિયા નગરમાં અલ ફલાહ હાઉસમાં નોંધાયેલી છે. આ અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટનું કાર્યાલય છે. રેકોર્ડ મુજબ, આ કંપનીઓ ૨૦૧૯ સુધી સક્રિય હતી.જાવેદ અહેમદ સિદ્દીકી અને તેમના સહયોગી જાવેદ અહેમદ વિરુદ્ધ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં છેતરપિંડી, બનાવટી અને ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ છે. સિદ્દીકી અને અન્ય લોકો પર છેતરપિંડીભરી રોકાણ યોજનાઓ ચલાવવાનો અને લોકોને તેમની કંપનીઓમાં રોકાણ કરવા માટે લલચાવવાનો આરોપ છે.દિલ્હી હાઇકોર્ટે અલ ફલાહ ગ્રુપના ચેરમેન જાવેદ અહેમદ સિદ્દીકી અને ડિરેક્ટર સઈદ અહેમદ સિદ્દીકીના જામીન ફગાવી દીધા છે. બંનેને ?૭.૫ કરોડના છેતરપિંડીના કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આરોપ છે કે પૈસા લેવામાં આવ્યા હતા અને બનાવટી દસ્તાવેજા દ્વારા શેરમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. જે કંપનીઓના નામે પૈસા લેવામાં આવ્યા હતા તેમાંથી કેટલીક અસ્તિત્વમાં પણ નહોતી. ભંડોળ ખાનગી ખાતાઓમાં વાળવામાં આવ્યું હતું.સિદ્દીકીના નેતૃત્વ હેઠળ અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ, ફરીદાબાદમાં અલ ફલાહ યુનિવર્સિટી અને અલ ફલાહ મેડિકલ રિસર્ચ સેન્ટર ચલાવે છે. યુનિવર્સિટીએ ૧૯૯૭ માં તેની એન્જીનિયરિંગ કોલેજ પણ શરૂ કરી હતી અને તેનું કેમ્પસ ૭૮ એકરમાં ફેલાયેલું છે.જાવેદ અહેમદ સિદ્દીકી મધ્યપ્રદેશનો રહેવાસી છે. ઇન્દોર પોલીસ તેની પૃષ્ઠભૂમિ, શરૂઆતનું જીવન અને કૌટુંબિક સંબંધોની તપાસ કરી રહી છે. હરિયાણા પોલીસ ગુરુવારે જામિયા નગરના ઓખલામાં અલ ફલાહ યુનિવર્સિટીના મુખ્યાલયમાં પહોંચી. પોલીસ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ કેસની તપાસ કરવા માટે અહીં આવી હતી. ડા. શાહીન સઈદ, ડા. મુઝમિલ અને ડા. ઉમર આ યુનિવર્સિટી સાથે જાડાણ ધરાવે છે. પોલીસે દસ્તાવેજાની તપાસ કરી. અલ-ફલાહ યુનિવર્સિટીના કાનૂની સલાહકાર, મોહમ્મદ રાઝીએ, દિલ્હી બોમ્બ વિસ્ફોટો સાથે યુનિવર્સિટીના સંબંધો અંગે એક મહત્વપૂર્ણ નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું, “અમારી યુનિવર્સિટીને ફક્ત ફી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે; અમને કોઈ બહારનું ભંડોળ મળતું નથી. તપાસ એજન્સીઓ જે પણ કહેશે તેમાં અમે સંપૂર્ણ સહકાર આપીશું.”








































