ઉત્તર પ્રદેશ સરકારે લગભગ ૮૫૦ રાજ્યના કાયદા અધિકારીઓ એટલે કે સરકારી વકીલોને હટાવ્યા છે. યુપી સરકારે આદેશ જોહેર કરીને કહ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટમાં નિયુક્ત ૮૪૧ સરકારી વકીલોની સેવાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
પ્રયાગરાજમાં જ્યાં અલ્હાબાદ હાઈકોર્ટની મુખ્ય બેંચમાંથી ૫૦૫ રાજ્ય કાયદા અધિકારીઓને દૂર કરવામાં આવ્યા હતા અને સાથે જ હાઈકોર્ટની મુખ્ય બેંચમાંથી ૩૩૬ સરકારી વકીલોને છૂટા કરવામાં આવ્યા છે. રાજ્યના કાયદા અને ન્યાય વિભાગના વિશેષ સચિવ નિકુંજ મિત્તલ તરફથી આ આદેશ જોહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર, અલ્હાબાદ હાઈકોર્ટના એડિશનલ એડવોકેટ જનરલ વિનોદ કાંતને પણ હટાવવામાં આવ્યા છે. આ સાથે પ્રયાગરાજની પ્રિન્સિપલ બેંચમાં
૨૬ એડિશનલ ચીફ પરમેનન્ટ એડવોકેટ્‌સને હટાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, ૧૭૯ કાયમી એડવોકેટ્‌સને પણ છૂટા કરવામાં આવ્યા છે જ્યારે ૧૧૧ બ્રીફ હોલ્ડર સિવિલની સેવાઓ પૂર્ણ કરવામાં આવી છે. ગુનાહિત પક્ષના ૧૪૧ સંક્ષિપ્ત ધારકોને હટાવામાં આવ્યા હતા જ્યારે ૪૭ વધારાના સરકારી વકીલોને પણ રજા આપવામાં આવી છે.
આદેશ અનુસાર, લખનૌ બેંચની બે મુખ્ય સ્થાયી પરિષદની સેવા સમાપ્ત કરવામાં આવી છે. આ સાથે ૩૩ અધિક સરકારી વકીલોને પણ હટાવવામાં આવ્યા છે. લખનૌ બેંચના ગુનાહિત પક્ષના ૬૬ સંક્ષિપ્ત ધારકોને પણ દૂર કરવામાં આવ્યા છે. આ સિવાય ૧૭૬ સિવિલ બ્રીફ ધારકોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. આ આદેશમાં ૫૯ એડિશનલ ચીફ સ્ટેન્ડીંગગ કાઉન્સિલ અને સ્ટેન્ડીંગગ કાઉન્સિલને હટાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, જોહેર કરાયેલા આદેશ પત્રમાં હટાવવાનું કારણ જણાવવામાં આવ્યું નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે પ્રર્ફોમન્સના આધારે આ તમામની સેવાઓ સમાપ્ત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં આ પદો પર અન્ય વકીલોની નિમણૂક કરવામાં આવશે. નવી નિમણૂકો દ્વારા જ સરકાર હવે નવા વકીલોને જોડવાનો પ્રયાસ કરશે