દક્ષિણ ભારતીય સ્ટાર અલ્લુ અર્જુનના નાના ભાઈ, અલ્લુ સિરીશ, ૬ માર્ચે લગ્ન કરી રહ્યા છે. લગ્ન પહેલા હૈદરાબાદમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. અલ્લુ અર્જુન અને તેમના પરિવારે એક નાની પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ટોલીવુડના જાણીતા સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
અલ્લુ સિરીશ નયનિકા રેડ્ડી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. લગ્ન પહેલાની વિધિઓ દુબઈ યાટ પાર્ટીથી શરૂ થઈ હતી. પરંપરાગત વિધિઓ પછી, જેમાં પાસુપુ સમારોહનો સમાવેશ થાય છે. ત્યારબાદ પરિવારે ઘરે એક ખાનગી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી ખૂબ જ ઘનિષ્ઠ હતી.
આ પાર્ટીનું આયોજન અલ્લુ અર્જુન અને તેની પત્ની અલ્લુ સ્નેહા રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું હતું. અભિનેતા રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કામીનેની કોનિડેલા પણ હાજર રહ્યા હતા. અભિનેત્રી શ્રીલીલા પણ ઉજવણીમાં જાડાઈ હતી અને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો. રાશિ ખન્ના અને અભિનેતા રાણા દગ્ગુબાતીની પત્ની મિહીકા બજાજ દગ્ગુબાતી પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા.
લગ્ન પહેલાં, અલ્લુ સિરીશ, તેના માતાપિતા, અલ્લુ અરવિંદ અને નિર્મલા સાથે, તેના કાકા ચિરંજીવીને લગ્નનું પહેલું આમંત્રણ આપવા ગયા હતા. આ માહિતી શેર કરતા અલ્લુ સિરીશે સોશિયલ મીડિયા પર લખ્યું, “તેલુગુ રિવાજા મુજબ, મારા કાકા ચિરંજીવી અને કાકી સુરેખાને લગ્નનું પહેલું આમંત્રણ આપવામાં આવ્યું હતું.”
અલ્લુ સિરીષના મતે, નયનિકા સાથેની તેમની પ્રેમકથા વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીના લગ્ન પાર્ટીમાં શરૂ થઈ હતી. અહીં તેઓ પહેલી વાર મળ્યા હતા. આ પાર્ટી તેલુગુ અભિનેતા નીતિન અને તેમની પત્ની શાલિની દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી, જે નયનિકાના શ્રેષ્ઠ મિત્ર છે. અલ્લુ સિરીશે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ નયનિકા રેડ્ડી સાથે તેમની સગાઈની જાહેરાત કરી.













































