ગુજરાતના રાજકીય વાતાવરણમાં તાજેતરમાં ઠાકોર-કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને નવો વિવાદ ઉભરી આવ્યો છે. ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રખર વક્તા અને આધ્યાÂત્મક નેતા ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેર માંગણી કરીને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે. આ માંગણી સાથે જ તેમણે ઠાકોર અને કોળી સમાજને રાજકીય પ્રતિનિધિત્વમાં પૂરતો ન્યાય ન મળવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ નિવેદન બાદ કોળી સમાજના અગ્રણી નેતા અને ધારાસભ્ય હિરા સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપીને વિવાદને વધુ રસપ્રદ બનાવ્યો છે.આ મુદ્દાની શરૂઆત ૧૫-૧૧૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે યોજાયેલા વિશાળ ક્ષત્રિય ઠાકોર સમાજ સંમેલનથી થઈ હતી. હજારોની સંખ્યામાં એકઠા થયેલા સમાજ સમક્ષ ઋષિ ભારતી બાપુએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે, “અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે અને ઠાકોર-કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે.” તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં આ સમાજની વસ્તી અને પ્રભાવને ધ્યાનમાં રાખતા પણ તેમને મહત્વના પદો પર પૂરતું સ્થાન નથી મળતું. ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજની વસ્તી લગભગ ૨૦-૨૫ ટકા જેટલી છે, જે મુખ્યત્વે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વસે છે. આ સમાજના મતદાતાઓ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે નિર્ણાયક માનવામાં આવે છે. અલ્પેશ ઠાકોર પોતે આ સમાજના પ્રખર નેતા છે અને ૨૦૧૭માં કોંગ્રેસમાંથી ભાજપમાં જાડાયા બાદ તેમણે રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે વિજય મેળવ્યો છે. તેમની લોકપ્રિયતા અને સમાજમાં પકડને ધ્યાનમાં રાખીને બાપુની આ માંગણીને રાજકીય વર્તુળોમાં ગંભીરતાથી લેવામાં આવી રહી છે.ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ કોળી સમાજના પ્રતિષ્ઠિત નેતા અને ભાજપના ધારાસભ્ય હિરા સોલંકીએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી. સોલંકીએ સ્પષ્ટ કર્યું કે તેઓ બાપુ સાથે અમુક અંશે સહમત છે, પરંતુ સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોવાના મુદ્દે પૂર્ણપણે અસહમત છે. તેમણે કહ્યું, “જા બાપુને ક્્યાંક એવું લાગ્યું હોય તો તે તેમની વ્યક્તિ ગત વિચારધારા હોઈ શકે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે પાર્ટીએ સમયાંતરે સમાજને યોગ્ય પદો આપ્યા છે.”ઠાકોર-કોળી સમાજના અનેક નેતાઓને ધારાસભ્ય, મંત્રી અને અન્ય મહત્વના પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે.ભાજપની વિવિધ સરકારોમાં આ સમાજના પ્રતિનિધિઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.”સમાજ મોટી સંખ્યામાં વસે છે અને પક્ષો તેને હંમેશા ધ્યાનમાં રાખે છે,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું.અંતમાં સોલંકીએ કહ્યું, “ઋષિ ભારતી બાપુ સાથે હું સહમત છું, પરંતુ ક્્યાંક એવું લાગ્યું હોય તો તે તેમની વિચારધારા છે.” આ નિવેદનથી તેમણે એક તરફ સમાજની લાગણીઓનું સન્માન કર્યું, તો બીજી તરફ પક્ષ પ્રત્યેની વફાદારી પણ જાળવી રાખી.










































