અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના સીએસઆર વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાઓના બાળકોના વિકાસ માટે કરવામાં આવતી
પ્રવૃત્તિઓ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાના બાળકો માટે ઈન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના ૧૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા થનાર બાળકોને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા.આ તકે સીડબલ્યુજીના આત્મિકા લેડીઝ ક્લબના પ્રેસિડેન્ટ વિમલા રાવ, મમતા મિશ્રા, નીતુ અગ્રવાલ, અમૃતા વૈશમ્પાયન વગેરેએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત સરપંચો અને શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા ખુબ સહકાર પ્રાપ્ત થયો હતો.