અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્ક્સ દ્વારા પ્લાન્ટ પર નવકાર બ્લડ બેન્ક, મહુવાના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં કુલ ૧૩૪ લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. યુનિટ હેડ રાજેશ આનંદ સાહેબ દ્વારા દીપ પ્રગટાવીને બ્લડ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાહુલ દેસાઈ સાહેબ, વિકાસ વર્મા સાહેબ, મનોજ બિરલા સાહેબ, રાજેન્દ્ર ગોયલ સાહેબ, મેડિકલ ટીમના ચીફ મેડિકલ ઓફિસર ડા. કિંજલ કુમાર ગજ્જર, ડા. સોહમ પટેલ તેમજ મેડિકલ ટીમ અને કંપનીના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.