બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર તેના અંગત જીવનને કારણે સમાચારમાં રહે છે. અર્જુન કપૂરથી અલગ થયા પછી, તે હવે હર્ષ મહેતા સાથેના તેના સંબંધોને કારણે સમાચારમાં છે. હર્ષ મહેતા મલાઈકા સાથેના તેના કથિત સંબંધો અને તેમની વચ્ચેના ઉંમરના તફાવતને કારણે સમાચારમાં રહ્યા છે. હકીકતમાં, હર્ષ મલાઈકા અરોરા કરતા ૧૯ વર્ષ નાનો છે. તાજેતરમાં, મલાઈકા અને હર્ષના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ફોટામાં, બંને ઇટાલીના પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેનની સામે સેલ્ફી લેતા જાવા મળ્યા હતા. મલાઈકાએ લાંબો કાળો ટ્રેન્ચ કોટ પહેર્યો હતો, જ્યારે હર્ષ ગ્રે જેકેટમાં સ્ટાઇલિશ દેખાતો હતો. આ ફોટાઓના આધારે, એવી અટકળો ચાલી રહી છે કે તેઓએ વેલેન્ટાઇન વીક અથવા વેલેન્ટાઇન ડે ઇટાલીમાં સાથે વિતાવ્યો હતો.
હર્ષ મહેતા ૩૩ વર્ષીય સફળ ઉદ્યોગપતિ છે. તે હીરાના વેપારી છે અને સેનકસ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર પણ હોવાનું કહેવાય છે. તે મુંબઈના એક અગ્રણી પરિવારમાંથી આવે છે અને કરોડોની સંપત્તિ ધરાવે છે. તેઓ વેલેન્ટાઇન ડે પહેલા પણ સાથે જાવા મળ્યા હતા. ઓક્ટોબરમાં, તેઓ મુંબઈમાં એનરિક ઇગ્લેસિયસના લાઇવ કોન્સર્ટમાં સાથે જાવા મળ્યા હતા. તેઓ ખૂબ ખુશ દેખાતા હતા અને સાથે સારો સમય વિતાવ્યો હતો. તેમના વારંવાર એકસાથે જાવાથી રોમેન્ટીક સંબંધની અફવાઓ ફેલાઈ હતી. મલાઈકા કે હર્ષે હજુ સુધી આ અફવાઓનો જવાબ આપ્યો નથી. તેથી, હાલ માટે, આ ફક્ત સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે.
મલાઈકા અરોરા અગાઉ બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર સાથે લાંબા ગાળાના સંબંધમાં હતી. તેમના સંબંધો ૨૦૧૮ ની આસપાસ શરૂ થયા હતા. બંને ઘણીવાર સાથે વેકેશન પર જતા અને ખાસ પ્રસંગોની ઉજવણી કરતા જાવા મળતા હતા. ઘણા વર્ષો સાથે રહ્યા પછી, તેઓ ૨૦૨૪ માં અલગ થઈ ગયા. મલાઈકા અરોરાએ ૧૯૯૮ માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા. તેમના પુત્ર, અરહાન ખાનનો જન્મ ૨૦૦૨ માં થયો હતો. ૧૯ વર્ષ સાથે રહ્યા પછી, બંનેએ ૨૦૧૭ માં સત્તાવાર રીતે છૂટાછેડા લીધા. હવે, મલાઈકા વારંવાર ફિલ્મો અને પોડકાસ્ટમાં દેખાય છે.









































