મહારાષ્ટ્ર ના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે કહ્યું કે તેમની રાષ્ટ્ર વાદી કોંગ્રેસ પાર્ટી  સ્થાનિક સંસ્થા ચૂંટણી માટે બેઠકોની સમીક્ષા કરી રહી છે અને આગામી થોડા દિવસોમાં જાડાણ અંગે નિર્ણય લેવામાં આવશે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ નિર્ણય સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.અજિત પવારે જણાવ્યું કે એનસીપી સોમવારથી રાજ્યના વિવિધ જિલ્લાઓની સમીક્ષા કરી રહી છે, અને શનિવારે પુણે જિલ્લાની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “અમે મહાયુતિ ગઠબંધન (જેમાં ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાનો સમાવેશ થાય છે) સાથે મળીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ લડ્યા હતા. અમે મુખ્ય વિસ્તારોમાં મહાયુતિ ગઠબંધનના ભાગ રૂપે ચૂંટણી લડવાની આશા રાખીએ છીએ. જા કે, અમે સ્થાનિક પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં લઈશું. ચૂંટણી એકલા લડવી કે ગઠબંધન સાથે લડવી તે અંગે અંતિમ નિર્ણય થોડા દિવસોમાં લેવામાં આવશે.”સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ હેઠળ ૨૪૬ મ્યુનિસિપલ કાઉંસીલલો અને ૪૨ નગર પંચાયતો માટે ૨ ડિસેમ્બરે મતદાન થશે. આ ચૂંટણીઓ માટે નામાંકન બંધ થશે. પ્રક્રિયા ૧૦ નવેમ્બરથી શરૂ થશે.રાજ્ય ચૂંટણી પંચે હજુ સુધી ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનો (મુંબઈની સમૃદ્ધ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત), ૩૨ જિલ્લા પરિષદો અને ૩૩૬ પંચાયત સમિતિઓ માટે ચૂંટણી સમયપત્રક જાહેર કર્યું નથી. આ બધી ચૂંટણીઓ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની છે.