દેશમાંથી તમામ પાર્ટીઓ ખતમ થઈ જશે, રહેશે તો માત્ર ભાજપ જ. આ વાત કરી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ. તેમને કહ્યું કે અમે અમારી વિચારધારા પર ચાલતા રહીશું તો દેશમાંથી ક્ષેત્રીય પાર્ટીઓ ખતમ થઈ જશે. નડ્ડા બિહાર ભાજપના ૧૬ જિલ્લા કાર્યાલયોના ઉદ્‌ઘાટન કરવા પટના પહોંચ્યા હતા. તેમને બિહારના ૭ જિલ્લામાં કાર્યાલયોનું શિલાન્યાસ પણ કર્યું.
નડ્ડાએ કહ્યું- ભાજપની વિરૂદ્ધમાં લડનારી એકપણ રાષ્ટ્રીય પાર્ટી વધી નથી. અમારી અસલી લડાઈ પરિવારવાદ અને વંશવાદ સામે છે. તેમને કાર્યકર્તાઓની પ્રશંસા કરતા કહ્યું કે કંઈ નથી મળતું… કંઈ નહીં મળે… ત્યારે પણ લોકો લાગી પડ્યા છે.
તેમને કહ્યું, ‘લોકો કોંગ્રેસની વાત કરે છે. હું કહું છું કે ૪૦ વર્ષ પણ જોડવામાં આવે તો પણ તેઓ આપણી બરોબર ન ઊભા રહી શકે. આપણે જે પ્રકારની પાર્ટી છીએ, તે ૨ દિવસમાં નથી આવતા. આ આવે છે સંસ્કારથી અને સંસ્કાર કાર્યાલયથી જ આવે છે. આપણી પાર્ટીની વિચારધારા એટલી મજબૂત છે કે લોકો ૨૦ વર્ષ બીજી પાર્ટીમાં રહીને આપણી પાર્ટીમાં આવી રહ્યાં છે.’
નડ્ડાએ કહ્યું, ‘જ્યારે ૨૦૧૪માં ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ પાર્ટીની મીટિંગમાં સામેલ થવા કાર્યાલય ગયા. તેમને પૂછ્યું- આ કાર્યાલય તો સરકારી જમીન પર છે. સરકારી પ્રોપર્ટી છે. તે સમયે વડાપ્રધાને દરેક જિલ્લામાં પાર્ટી કાર્યાલયની કલ્પના કરી.
તેમને પાર્ટીના પદાધિકારીઓને સંકલ્પ આપ્યો કે આપણે આટલી મોટી પાર્ટી છીએ તો શું આપણે આપણું કાર્યાલય ન રાખી શકીએ. શું દરેક પ્રદેશમાં દરેક જિલ્લામાં આપણું કાર્યાલય ન હોવું જોઈએ. તે સમયે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ સંકલ્પને પૂરો કરવા માટે જોતરાય ગયા. ભાજપે ૭૫૦ જિલ્લાને પસંદ કર્યા અને આજે ૨૫૦ કાર્યાલય બનીને તૈયાર છે. ૫૧૨ કાર્યાલય પર કામ ચાલી રહ્યું છે.’
નડ્ડાએ જૂનાં દિવસોને યાદ કરીને કહ્યું કે ૧૯૭૨થી ૧૯૭૪માં આપણું કાર્યાલય રાજેન્દ્ર નગરમાં એક ભાડાના મકાનમાં હતું. લાંબા સમય સુધી આર્યા ભવન આપણું સેન્ટર રહ્યું. બાદમાં જ્યારે જનતા પાર્ટીની સરકાર બની, ત્યારે હાલનું કાર્યાલય મળ્યું. આપણે આજે પણ તેને ઓફિસ નથી બોલતા, આપણે તેને કાર્યાલય જ કહીએ છીએ. કાર્યાલય સંસ્કાર આપવાનું કેન્દ્ર છે.
નડ્ડાના નિવેદન પર જદયુ ના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે રાષ્ટ્રીય પાર્ટીઓએ જન આંકાક્ષાને પૂરી ન કરી તો સ્વભાવિક રીતે ક્ષેત્રીય દળનો ઉદય થયો. ક્ષેત્રીય દળના ઉદય પછી દેશની રાજનીતિમાં ગઠબંધન જરૂરથી થઈ ગયું. કેમકે ક્ષેત્રીય પક્ષ જ જનમાનસની આકાંક્ષાઓને પૂરી કરી રહ્યાં હતા. ભારતમાં લોકતંત્ર છે તો સ્વભાવિક રીતે ક્ષેત્રીય અને રાષ્ટ્રીય દળ બંને રહેશે.