અમેરિકાના મધ્ય-પશ્ચિમ ભાગમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું હોય તેવું લાગે છે. અહીં વીજળીના કડાકા સાથે કરા પડ્યા છે. હવે આ વિસ્તારમાં એક શક્તિશાળી વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાષ્ટ્રીય હવામાન સેવાએ જણાવ્યું હતું કે દક્ષિણ મિનેસોટાના ભાગોમાં સૌથી વધુ જાખમ હતું. આમાં મિનિયાપોલિસ વિસ્તાર, ઉત્તરી આયોવા અને પશ્ચિમી વિસ્કોન્સિનનો સમાવેશ થાય છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વિસ્તારોમાં ચેતવણી જારી કરવામાં આવી છે.
ઓક્લાહોમાના નોર્મનમાં આવેલા સ્ટોર્મ પ્રિડિક્શન સેન્ટરના હવામાનશા†ીઓએ જણાવ્યું હતું કેઃ “બપોર અને સાંજના સમયે સૌથી ખતરનાક હવામાનની અપેક્ષા છે. આ સમયે શક્તિશાળી વાવાઝોડાની શક્યતા સૌથી વધુ છે. મોટાથી ખૂબ મોટા કરા અને ભારે પવન ફૂંકવાની પણ શક્યતા છે જે નુકસાન પહોંચાડી શકે છે.”
મિનિયાપોલિસ વિસ્તારના હવામાન સેવા કાર્યાલયે જણાવ્યું હતું કે વાવાઝોડાના પ્રકારને જાતાં વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહીં. વાવાઝોડા દરમિયાન પવનની ગતિ ૧૧૧ થી ૧૩૫ માઇલ પ્રતિ કલાકની રેન્જમાં હોઈ શકે છે.
અગાઉ, રાષ્ટ્રીય હવામાન સેવાએ જણાવ્યું હતું કે તેમને મિનેસોટાના ફેરમોન્ટની પશ્ચિમમાં વાવાઝોડું જાવા મળ્યું હોવાનો અહેવાલ મળ્યો છે. મિનેસોટા મિનિયાપોલિસના દક્ષિણપશ્ચિમમાં આવેલું છે. કોઈ નુકસાન વિશે તાત્કાલિક કોઈ માહિતી નથી.