અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ગ્રુપ ઓફ ૨૦ (જી-૨૦) સમિટમાં કોઈ પણ અમેરિકન સરકારી અધિકારી હાજરી આપશે નહીં. તેમણે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો સાથેના વર્તનને તેમના નિર્ણયનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે તેઓ વાર્ષિક સમિટમાં હાજરી આપશે નહીં, જેમાં વિશ્વની મુખ્ય અને ઉભરતી અર્થવ્યવસ્થાઓના રાષ્ટ્રપ્રમુખો એકત્ર થાય છે. તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સમિટમાં હાજરી આપવાના હતા, પરંતુ વાન્સની યોજનાઓથી પરિચિત એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વાન્સ પણ દક્ષિણ આફ્રિકા જશે નહીં.ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા સાઇટ, ટ‰થ સોશિયલ પર લખ્યું, “દક્ષિણ આફ્રિકામાં જી ૨૦ યોજાઈ રહ્યું છે તે સંપૂર્ણ શરમજનક છે.” ટ્રમ્પે તેમની પોસ્ટમાં આફ્રિકન લોકો (શ્વેત ખેડૂતો) પરના જુલમનો ઉલ્લેખ કર્યો, જેમાં હિંસા, મૃત્યુ અને તેમની જમીન અને ખેતરો જપ્ત કરવાનો સમાવેશ થાય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર લાંબા સમયથી દક્ષિણ આફ્રિકાની સરકાર પર લઘુમતી શ્વેત આફ્રિકન ખેડૂતો પર અત્યાચાર કરવાનો અને હુમલાઓને મંજૂરી આપવાનો આરોપ લગાવે છે. યુનાઇટેડ સ્ટેટ્સે દર વર્ષે સ્વીકારતા શત્રુઓની સંખ્યા ૭,૫૦૦ સુધી મર્યાદિત કરી છે અને જણાવ્યું છે કે તેમાંના મોટાભાગના શ્વેત દક્ષિણ આફ્રિકનો હશે જેઓ તેમના વતનમાં ભેદભાવ અને હિંસાનો સામનો કરી રહ્યા છે.દરમિયાન, દક્ષિણ આફ્રિકાની સરકાર આ આરોપોથી ચોંકી ગઈ છે. તે કહે છે કે દેશમાં કાળા રહેવાસીઓ કરતાં શ્વેત લોકો સામાન્ય રીતે વધુ સારું જીવન જીવે છે, ભલે ૩૦ વર્ષથી વધુ સમયથી રંગભેદ નાબૂદ કરવામાં આવ્યો હોય. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું છે કે તેમણે ટ્રમ્પને કહ્યું હતું કે આફ્રિકનો સામે ભેદભાવ અને અત્યાચારના અહેવાલો “સંપૂર્ણપણે ખોટા” છે. આ અઠવાડિયે મિયામીમાં એક ભાષણ દરમિયાન, ટ્રમ્પે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાને જી ૨૦ માંથી હાંકી કાઢવો જાઈએ. આ વર્ષની શરૂઆતમાં, રાજ્ય સચિવ માર્કો રુબિયોએ વિદેશ પ્રધાનોની ય્૨૦ બેઠકનો બહિષ્કાર કર્યો હતો કારણ કે તેનો કાર્યસૂચિ વિવિધતા, સમાવેશ અને આબોહવા પરિવર્તનના મુદ્દાઓ પર કેન્દ્રિત હતો.







































