અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશનો મામલમાં પીડિત પરિવારોએ અમેરિકન વકીલ માઈક એન્ડ‰ઝની વકીલ તરીકે નિમણૂં કરી છે. ત્યારે લંડનના વકીલે પ્લેન ક્રેશ સ્થળની મુલાકાત લીધી હતી. ૮૦ પરિજનોએ લડત આપવા કરેલી અરજી પર વકીલે ઘટના સ્થળની મુલાકાત કરી. તેઓ પરિજનો સાથે મળી હવાઈ કંપની સામે લડત આપશે. વકીલ માઇક એન્ડ્રેવસે સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.
અમેરિકન વકીલ માઇક એર્ન્ડ્યુઝ સુરત અને દીવ બાદ અમદાવાદ પહોંચ્યા છે. તેઓ આજથી ૧૩ ઓગસ્ટ સુધી વકીલ અમદાવાદની હયાત હોટેલમાં રોકાશે. તેઓ ૧૫ ઓગસ્ટ અમેરિકા પરત ફરશે.
યુએસ લા ફર્મ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં ઝ્રફઇ અને હ્લડ્ઢઇ ડેટા મેળવવા ગુજરાત કોર્ટમાં અરજી કરશે. વકીલ ડી. માઈકલ એર્ન્ડ્યુઝે કહ્યું કે, અમારી કાનૂની ફર્મની વિશેષજ્ઞ ટીમ આ ડેટાનું વિશ્લેષણ કરશે અને પછી યુએસ ફેડરલ કોર્ટમાં બોઇંગ સામે કેસ દાખલ કરશે.
પ્રખ્યાત અમેરિકન કાનૂની ફર્મ બીઝલી એલેન ના મુખ્ય વકીલ અને વિમાની દુર્ઘટનાના વકીલ ડી. માઈકલ એર્ન્ડ્યુઝ (માઈક), જેમણે અમદાવાદમાં એર ઇન્ડિયા એઆઇ-૧૭૧ વિમાન દુર્ઘટનાના ઘટના દિવસે મારેલા ઓછામાં ઓછા ૬૫ પરિવારજનોનું પ્રતિનિધિત્વ સંભાળ્યું છે, તેઓ શનિવારે સુરત પહોંચ્યા હતા અને ત્યાંથી એકમાત્ર જીવિત બચેલા વિશ્વાશ કુમાર રમેશને મળવા માટે દમણ ગયા હતા.
એર્ન્ડ્યુઝે કહ્યું કે તેમની કાનૂની ફર્મ ગુજરાત કોર્ટમાં અરજી દાખલ કરશે, જેથી સીવીઆર અને એફડીઆરના સંપૂર્ણ ડેટાની નકલ મળી શકે. તેમણે કહ્યું, “આ ડેટાનું વિશ્લેષણ કર્યા પછી અમે યુએસ ફેડરલ કોર્ટમાં બોઇંગ સામે કેસ દાખલ કરીશું.”
૧૨ જૂનના રોજ, એર ઇન્ડિયાની લંડન-ગેટવિક જતી બોઇગ વિમાની દુર્ઘટનામાં વિમાનમાં સવાર ૨૪૧ અને જમીન પર ૧૯ લોકોનાં મોત થયા હતા. દુર્ઘટનાથી બચનાર એકમાત્ર વ્યકિત દીવના રહેવાસી બ્રિટિશ નાગરિક વિશ્વાશ કુમાર રમેશ છે. દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ શિકાર થયા હતા.
એર્ન્ડ્યુઝે અગાઉ પણ, ઇથોપિયન એરલાઇન્સની ૨૦૧૯માં થયેલી બોઇગ ૭૩૭ એમએએકસ વિમાની દુર્ઘટના જેવી ઘટનાઓમાં પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે કહ્યું કે “વિમાન દુર્ઘટનાઓની ન્યાયિક કાર્યવાહી માટે ભારતમાં તેમનો પહેલો કેસ હશે.”
તેમણે કહ્યું કે, “મૃતદેહોની ઓળખમાં થયેલી ભુલ અત્યંત દુઃખદ છે. મારી ૨૦ વર્ષની કરિયરમાં, ક્યારેય એવું નહીં બન્યું હોય જ્યાં પીડિતના પરિવારજનોને ખોટા અવશેષો આપવામાં આવ્યા હોય. અમે ભારત સરકારની તપાસ એજન્સીઓ દ્વારા એકત્રિત CVR અને FDR ડેટાના નમૂનાઓ મેળવવા માટે કોર્ટમાં અરજી કરીશું.
તેમણે કહ્યું કે ડેટા દ્વારા કોકપિટની અવાજા, એલાર્મ, બીપ, પાઇલટની વાતચીત વગેરેની વિગત મળશે, જેને તેમની ટેકનિકલ ટીમ વિશ્લેષણ કરીને કોકપિટમાં દુર્ઘટનાના સમયે શું બન્યું તેની પુનર્રચના કરશે.“અમે યુનાઇટેડ કિંગડમની કાનૂની ટીમો સાથે પણ સંપર્કમાં છીએ, જે મોન્ટ્રીયલ સંમિતિ હેઠળ ક્લેમ્સ માટે મદદ કરશે. યુકેની એર એકસીડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્રાંચના એક ટુકડીએ પહેલાની તપાસ પણ કરી છે.”
મોન્ટ્રીયલ સંમતિમાં વિમાન દુર્ઘટનાના કેસમાં એરલાઇનની જવાબદારી નક્કી થાય છે, જેમાં મુસાફરનું મૃત્યુ કે ઈજા, માલસામાનની હાની કે વિલંબ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે?
અંતે, એર્ન્ડ્યુઝે જણાવ્યું કે તેઓ દીવના એકમાત્ર જીવિત બચેલા વ્યક્તિ વિશ્વાશ સાથે મળવા માટે ઉત્સુક છે અને તેમના પરિવારને કાયદેસર અને માનસિક સહાય પૂરી પાડવામાં રસ ધરાવે છે. તેઓ દીવના અન્ય પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરશે.