અમરેલીના કાઠમા ગામે અમર ડેરી દ્વારા પશુઓને લમ્પી વાયરસથી રક્ષણ માટે રસીકરણ કેમ્પ યોજાયો હતો. શ્રી કાઠમા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ જયેશભાઈ ઝાપડાએ અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાને ટેલિફોનિક સંપર્ક કરી ગામમાં પશુઓને તાકીદે રસીકરણની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. જેને લઈ અમર ડેરી દ્વારા બીજા જ દિવસે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. ખાસ ઈમરજન્સી વેટરનરી ટીમ અમર ડેરીમાંથી નિકુંજ રીબડીયાએ ગામમાં ઘરે ઘરે જઈ આશરે ૪૮૦ જેટલા પશુઓનું રસીકરણ કર્યું હતું. આ કેમ્પમાં ગામના સરપંચ વિજયભાઈ વાળા, ધીરૂભાઈ, મનાભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.