અમર ડેરી દ્વારા દિલીપભાઈ સંઘાણી (અમર ડેરીના સ્થાપક ચેરમેન), પરશોત્તમભાઈ રૂપાલા (અમર ડેરી સ્થાપક ડિરેકટર) સાથે પરામર્શ કરીને પશુ પાલકોને કટોકટીના સમયે પૂરક ભાવ મળી રહે અને તેમનુ કિંમતી પશુધન જળવાય રહે તેવા ઉમદા હેતુથી ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટરની ઉપસ્થિતિમાં ફેટના ભાવમાં વધારો આપવાનો નિર્ણય લેવાયો છે. હાલ દૂધના પ્રતિ કિલો ફેટ ૭૭૫/- માં રૂ. ૧૦ /- નો વધારા સાથે તારીખ ૦૧.૦૫.૨૦૨૫થી કિલો ફેટના રૂ. ૭૮૫ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તા. ૦૧-૦૫-૨૦૨૫ થી દૂધ મંડળીનો નવો ભાવ=પ્રતિ કિલો ફેટે – રૂ. ૭૮૫ એટલે કે ૧ ફેટે રૂ.૭.૮૫. તા. ૦૧-૦૫-૨૦૨૫ થી દૂધ ભરતા ગ્રાહકોનો ભાવ = પ્રતિ કિલો ફેટે – રૂ. ૭૮૫ એટલે કે ૧ ફેટે રૂ. ૭. ૮૫ (૧૦ ફેટ અને ૯ એસ.એન.એફ એ પ્રતિ લીટરે રૂ. ૭૮.૫૦ પૈસા) જેની દરેક દૂધ મંડળી, ખેડુતો અને પશુપાલકો ભાઈઓ તથા બહેનોને નોંધ લેવા ‘અમર ડેરી’ ના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ.પટેલની યાદીમાં જણાવેલ છે.