ગુજરાત સહિત આખા દેશમાં અમરેલી સેશન્સ કોર્ટનો એક ચુકાદો ભારે ચર્ચામાં છે. એક ઐતિહાસિક ચુકાદામાં, અમરેલી સેશન્સ કોર્ટે ગૌહત્યા બદલ ત્રણ આરોપીઓને આજીવન કેદ અને ૬.૦૮ લાખનો દંડ ફટકાર્યો છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આવા કેસમાં આટલી કઠોર સજા ફટકારવામાં આવી છે. રાજ્ય સરકારે આ ચુકાદાને ગૌરક્ષા કાયદાના અમલીકરણમાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ચુકાદા બાદ જણાવ્યું છે કે, “ગાય માતાને નુકસાન પહોંચાડનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં.”સેશન્સ જજ રિઝવાનાબેન બુખારી દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો, એક વર્ષ સુધી ચાલેલા ટ્રાયલ બાદ આવ્યો છે. આ ચુકાદાએ ગુજરાત પશુ સંરક્ષણ કાયદા પર રાજ્યવ્યાપી ચર્ચા જગાવી છે. કોર્ટે અકરમ હાજી, સત્તાર ઇસ્માઇલ સોલંકી અને કાસિમ સોલંકીને ગાયની કતલ અને ગૌમાંસની હેરાફેરી કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા.આ કેસ ૬ નવેમ્બર ૨૦૨૩નો છે, જ્યારે પોલીસ અધિકારી વનરાજ માંજરિયાની સૂચનાના આધારે અમરેલી શહેર પોલીસના છજીં આર.એન. માલકિયા અને તેમની ટીમે ખાટકીવાડમાં એક ઘર પર દરોડા પાડ્યા હતા. મુખ્ય આરોપી અકરમ સોલંકીના નિવાસસ્થાનેથી અધિકારીઓને કતલ કરાયેલા પ્રાણીઓના ભાગો, જેમાં પૂંછડીઓ, ચામડા અને પગના ટુકડા રસોડામાં વિખરાયેલા મળી આવ્યા હતા. કાસિમ સોલંકીને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે અકરમ અને સત્તાર શરૂઆતમાં ભાગી ગયા હતા, પરંતુ પછીથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.કેસની દલીલ કરનારા સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કેઃ “આ ચુકાદો ફક્ત અમરેલી માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે ઐતિહાસિક છે. પહેલી વાર, ગૌહત્યા કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તે સાબિત કરે છે કે નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રજૂ કરાયેલા ગુજરાતનો ગૌરક્ષા કાયદો પ્રતીકાત્મક નથી; તે મજબૂતાઈથી ન્યાય આપે છે.”ટ્રાયલ દરમિયાન, મહેતાએ પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓની જુબાની રજૂ કરી, કોર્ટને ખાતરી આપી કે આરોપીઓએ ગેરકાયદેસર માંસના વેપાર માટે જાણી જાઈને ગાયોની કતલ કરી હતી. ગુજરાત પશુ સંરક્ષણ કાયદાની કલમ ૫  હેઠળ, દરેક આરોપીને આજીવન કેદની સજા અને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચુકાદો વાંચવામાં આવતાં, કોર્ટરૂમ શાંત થઈ ગયો. જાકે, કેસને નજીકથી જાનારા પશુ કલ્યાણ કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો હતો.રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પોતાના એક્સ પર આ અંગે એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, દેશના ઇતિહાસમાં પહેલી વાર, ગૌહત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ફક્ત એક ચુકાદો નથી, પરંતુ એક સંદેશ છે, કે આપણે આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિના પ્રતીક ગાય સામે અન્યાય કરનારાઓને છોડીશું નહીં. જ્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગૌરક્ષા કાયદો રજૂ કર્યો હતો; આજે, તે જ કાયદો ન્યાયનો એક નવો ઇતિહાસ રચી રહ્યો છે.અમરેલીમાં ગૌવંશ હત્યાના કેસમાં કોર્ટે આપેલા કડક ચુકાદા અંગે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે કે, ગુજરાતમાં કડક કાયદાનો સફળતાપૂર્વક અમલ કરવાથી જ આ ચુકાદો આવ્યો છે. આ કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓ સામે પોલીસ દ્વારા તાત્કાલિક ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી, જેના પરિણામે કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા અને રૂપિયા ૫ લાખનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો ગૌવંશ હત્યા જેવી પ્રવૃત્તિઓ કરતા લોકો માટે એક ચેતવણીરૂપ છે. ગૌવંશ હત્યાને રોકવા માટેના આ કડક કાયદાનો અમલ ગુજરાતમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા, તે સમય દરમિયાન કરવામાં આવ્યો હતો. આ કાયદાના કારણે રાજ્યમાં ગૌવંશની હત્યાના કિસ્સાઓમાં ઘટાડો નોંધાયો છે અને ગૌરક્ષાને મજબૂતી મળી છે. આ કાયદાની જાગવાઈઓ એટલી કડક છે કે, ભવિષ્યમાં પણ ગૌવંશ હત્યાના આરોપીઓને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. વાઘાણીએ સરકારની ઈચ્છાશક્તિ અને કાયદાના કડક અમલવારીને આ સફળ ચુકાદા માટે મહત્વપૂર્ણ ગણાવી.