રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન માટેના રાહત પેકેજ હેઠળ આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ખેડૂતો આગામી ૧૫ દિવસ સુધી આ સહાય માટે અરજી કરી શકશે. પોર્ટલ આજે બપોરે ૧૨ વાગ્યાથી કાર્યરત થશે. ખેડૂતોએ આ ઓનલાઈન અરજી ગ્રામ્ય કક્ષાએ આવેલા VCE (વિલેજ કમ્પ્યુટર ઓપરેટર) મારફત જ કરવાની રહેશે, જેના માટે કોઈ ફી ચૂકવવાની નથી. અરજી માટે તલાટીનો વાવેતરનો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક, ૭/૧૨-૮અ, અને લાગુ પડતા કિસ્સામાં સંમતિ પત્ર/પેઢીનામું જેવા દસ્તાવેજો તૈયાર રાખવા. સહાયની રકમ DBT દ્વારા સીધી બેંક ખાતામાં જમા થશે.