અમરેલી શહેર ભાજપ મહામંત્રી રાકેશભાઈ સાવલિયાને સારહી તપોવન આશ્રમ ખાતે રવિવારના રોજ ગાયત્રી યજ્ઞમાં બેસવાનો લાભ મળેલ. તપોવન આશ્રમમાં રહેતા તપસ્વીઓએ પણ યજ્ઞમાં આહુતિ આપેલ. આ તકે ગાયત્રી પરિવારમાંથી ગીતાબેન બાવીસીએ યજ્ઞ કરાવેલ તથા દરેક તપસ્વીઓના આશીર્વાદ લીધેલ. આ તકે સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી તેમજ સારહી પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો.