અમરેલી શહેરના ગજેરાપરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઇ  રવિયા દેસાઇના મકાનમાંથી સુટકેસમાં રાખેલ સોના-ચાંદીના દાગીના (કિં.રૂ. ૧.પ૮ લાખ)ની ચોરી થતા તેમના દ્વારા અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ઘનશ્યામ પ્રવિણ હિરપરા નામની વ્યક્તિને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ઉપરોકત ચોરીની ઘટના અંગે અમરેલી સીટી પોલીસમાં નોંધાયેલ ફરિયાદને પગલે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન અમરેલી બસ સ્ટેશન પાસેથી આરોપીને ઝડપી ચોરીના મુદ્દામાલ સહિત કુલ રૂ. ૧,૮૧,૮૦ર નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.