અમરેલી શહેરમાં એક યુવતીએ અને કોટડા ગામે એક યુવકે ગળાફાંસો ખાધો હતો. બનાવ અંગે અમરેલીની શિવ રેસીડેન્સીમાં રહેતા જિતેન્દ્રભાઈ જયંતીભાઈ રાઠોડ (ઉ.વ.૫૩)એ જાહેર કર્યા મુજબ, તેની પુત્રી નિધીબેન (ઉ.વ૨૬)એ માનસિક ચિંતા તથા કિડનીની બીમારીના કારણે કંટાળી જઈ પંખાના હુકમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ જતાં મરણ પામી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે. ખાંભાના કોટડા ગામે રહેતા ભાભલુભાઈ હરસુરભાઈ વાળા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, અનિરુદ્ધભાઈ ઉર્ફે કાનો ભાભલુભાઈ વાળા (ઉ.વ.૨૬) એકલવાયું જીવન જીવતો હતો. જે વાતનું લાગી આવતાં વાડીએ ગળાફાંસો ખાઇ લેતા મરણ પામ્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.