અમરેલીમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું કેન્દ્ર શરૂ કરવા માટે એબીવીપીના પૂર્વ જિલ્લા સંયોજક અને સામથ્યૅ એજયુકેશન શ્ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચિંતન ઠાકરે અમદાવાદમાં કુલપતિને મળીને રજુઆત કરી હતી. આ રજુઆત પછી કુલપતિએ સકારાત્મકતા દાખવીને આગામી દિવસોમાં અમરેલીને કાયમી સેન્ટર આપવાની ખાતરી આપી હતી અને તેના માટે તેઓ દ્વારા કલેકટરની મુલાકાત પણ કરવામાં આવનાર છે. આથી ટૂંક સમયમાં કાયમી સેન્ટર શરૂ થશે અને તેથી અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દુર થશે.