અમરેલી બાર એસોસિએશનના હોદ્દેદારોની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં હોદ્દેદારો સર્વાનુમતે નહીં પણ મતદાનથી ચૂંટાયા હતા. પ્રમુખ પદ માટે કુલ બે ઉમેદવારો વચ્ચે મુકાબલો હતો, જેમાં હિરેનસિંહ વાળા બહુમતીથી વિજેતા જાહેર થયા હતા અને તેઓ હવે એસોસિએશનનું નેતૃત્વ કરશે. ઉપરાંત, ઉપપ્રમુખ તરીકે રીપલ હેલૈયા અને સેક્રેટરી (મંત્રી) તરીકે જે.આર. વાળા ચૂંટાઈ આવ્યા છે.