અમરેલી જિલ્લા કક્ષાનું શહેર હોવા છતાં સાફસફાઈ બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સાફસફાઈના અભાવે જ અમરેલી નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉંધામાથે પછડાઈ હતી. જા કે આના માટે નગરપાલિકાના શાસકોની સાથે અમરેલી એસ.ટી. વિભાગના બેજવાબદાર અધિકારીઓ પણ જવાબદાર છે. અમરેલી બસ સ્ટેશનમાંથી દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરે છે. અન્ય રાજયો તેમજ મેટ્રો શહેરોમાંથી અમરેલીના બસ સ્ટેશનમાં મુસાફરો આવે છે પરંતુ અમરેલી બસ સ્ટેશનમાં ગંદકીના ગંજ હોવાથી મુસાફરો તંત્રની આબરૂ કાઢી રહ્યાં છે. રાજય સરકાર સ્વચ્છતા બાબતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે. શહેરમાં તો સાફસફાઈ થતી નથી પરંતુ માત્ર બસ સ્ટેશન સાફ કરવાની જવાબદારી એસ.ટી. વિભાગની છે પરંતુ એસ.ટી.ના જવાબદાર અધિકારીઓ ગાંધારીની ભૂમિકા ભજવતા હોવાથી બસ સ્ટેશનમાં સાફસફાઈના નામે મીંડુ જાવા મળે છે. થોડા દિવસ પહેલા અમરેલીમાં એસ.ટી. વિભાગના એમ.ડી.એ મુલાકાત લેતા એસ.ટી.ના અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને જાણે બસ સ્ટેશન સાફ સુથરૂ હોય તેમ બસ સ્ટેશનમાંથી કચરાના ઢગલા ભરવામાં આવ્યા હતા. એસ.ટી.વિભાગના એમ.ડી.ની નજરમાં બસ સ્ટેશનની છબી સુધરે તેવા પ્રયાસો કરવામાં એસ.ટી.અધિકારીઓએ કોઈ કસર છોડી નહોતી. જા કે અમરેલી બસ સ્ટેશનમાં જવાબદાર અધિકારીઓ નિયમિત રીતે મુલાકાત લેતા ન હોવાથી બસ સ્ટેશનની હાલત ગંદકીથી કથળી રહી છે. બસ સ્ટેશનમાં નિયમિત સાફસફાઈ નથી તે બાબતે એસ.ટી.ના અધિકારીઓ બેખબર હોય તેવુ શકય નથી પરંતુ બસ સ્ટેશનમાં સાફસફાઈ કરવા માટે એસ.ટી. ના અધિકારીઓની નિયત ન હોય તેવું કચરાના ગંજ જાઈને લાગી રહ્યું છે. આ બાબતે દરરોજ અપડાઉન કરતા મુસાફરોએ જણાવ્યુ હતું કે, એસ.ટી. વિભાગના એમ.ડી.એ અમરેલીના નવનિર્મિત બસ સ્ટેશનની મુલાકાત વેળાએ સ્થાનિક એસ.ટી.
અધિકારીઓને કચરા બાબતે જાણે બ્રહ્મજ્ઞાન થયુ હોય તેમ અમરેલી બસ સ્ટેશનની રાતોરાત સફાઈ કરવામાં આવી હતી. જા કે કોઈ મંત્રી કે એસ.ટી.ના ઉચ્ચ અધિકારી અમરેલી બસ સ્ટેશનમાં આવે ત્યારે જ સાફ-સફાઈ થતી હોવાનું મુસાફરોએ રોષ સાથે જણાવ્યુ હતું.

 

મસમોટા ગાબડાઓ બૂરવામાં આવ્યા
અમરેલી બસ સ્ટેશનમાં છેલ્લાં ઘણા સમયથી મસમોટા ગાબડાઓ પડી ગયા હોવાથી બસ સ્ટેશનમાં બસ પ્રવેશતાની સાથે જ હાલક ડોલક થાય છે અને મુસાફરો બસમાં જાણે ભગવાનનો સાક્ષાત અનુભવ કરતા હોય તેવો તાલ સર્જાય છે. આ બાબતે એસ.ટી. અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતુ નહોતું પરંતુ એસ.ટી.વિભાગના એમ.ડી.એ મુલાકાત લેતાની સાથે જ તમામ મસમોટા ખાડાઓ બૂરવામાં આવતા આંશિક રીતે મુસાફરોની સાથે ડ્રાઈવરોએ રાહતનો શ્વાસ લીધો છે.

 

જાહેર મુતરડી ખુલ્લામાં હોવાથી ક્ષોભ અનુભવતી મહિલાઓ
અમરેલી બસ સ્ટેશન નવુ બનતું હોવાથી બાજુમાં જ હંગામી બસ સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે. પરંતુ આ હંગામી બસ સ્ટેશનમાં મુસાફરો માટે બનાવવામાં આવેલી મુતરડીમાં કોઈ આડશ મુકવામાં આવી નથી. મુતરડીની સામે જ સિવિલ હોÂસ્પટલનો દરવાજા હોવાથી દર્દીઓની સતત અવરજવર રહે છે. જેના કારણે મહિલાઓ ભારે ક્ષોભ અનુભવી રહી છે તો શાળા-કોલેજ જતી વિદ્યાર્થિનીઓ પણ બસ સ્ટેશનની મુતરડીને લઈ શરમમાં મુકાઈ જાય છે જેથી મુતરડીની આગળ આડશ મુકવામાં આવે તેવી અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ એસ.ટી.તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.

 

વરસાદમાં નર્કાગારમાં ફેરવાતું બસ સ્ટેશન
અમરેલી બસ સ્ટેશનમાં ચોમાસા દરમિયાન પાણીના ખાબોચીયા ભરાઇ જતાં મુસાફરો કીચડથી પરેશાન થઇ ગયા હતાં. બસ સ્ટેશનમાં મોરમ નાખી કીચડ દૂર કરવામાં આવે એવી અનેકવાર રજૂઆત કરવા છતાં એસ.ટી. તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે ગઇકાલે પડેલા કમોસમી વરસાદથી બસ સ્ટેશન ફરી એકવાર નર્કાગારમાં ફેરવાઇ જતાં મુસાફરોમાં રોષ ફેલાયો છે.

રાત્રિના પૂછપરછ ઓફિસ બંધ થઈ જાય છે
અમરેલી જિલ્લા કક્ષાનું મહત્વનું શહેર હોવાથી આખી રાત બસ સ્ટેશનમાં બસોની અવરજવર રહે છે અને મુસાફરોથી બસ સ્ટેશન ધમધમતુ રહે છે પરંતુ અમરેલીના બસ સ્ટેશનમાં પૂછપરછ ઓફિસ રાત્રિના ૯ વાગ્યે બંધ થતી હોવાથી મુસાફરોને ૯ વાગ્યા પછીની
આભાર – નિહારીકા રવિયા બસની માહિતી મુસાફરોને મળી શકતી નથી. ઘણીવાર અન્ય શહેરોમાંથી પોતાના ગામ જવા માટે મુસાફરો મોડી રાત્રે અમરેલી બસ સ્ટેશન પર પહોંચે છે ત્યારે પોતાના ગામ જવાની બસ કયારે મળશે તેની કોઈ માહિતી મળતી ન હોવાથી મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આમ, અમરેલીના બસ સ્ટેશનમાં ર૪ કલાક પૂછપરછ ઓફિસ ખુલ્લી રાખવામાં આવે તેવી મુસાફરો વર્ષોથી માંગ કરી રહ્યાં છે પરંતુ આ રજૂઆતનું પણ કોઈ યોગ્ય પરિણામ આવ્યું નથી.