અમરેલી બસ સ્ટેન્ડ મુખ્ય રોડ પર જૂની તાલુકા પંચાયત બહાર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ નાના વેપારીઓની ત્રણ કેબિનો પર પડતા તેમને ભારે નુકસાન થયું છે. ઘટનાને પગલે એસટી બસ સ્ટેશન જવાનો મુખ્ય માર્ગ એક તરફથી બંધ થઈ ગયો હતો, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ અમરેલી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અચાનક જ તોતીંગ વૃક્ષ કેબીનો પર પડતા કેબીનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વૃક્ષ ધરાશાયી થતા નાના વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.