અમરેલી નાગરિક સહકારી બેંકે વર્ષ ૨૦૨૫-૨૬ માં શાનદાર પ્રદર્શન કરીને બેંકિંગ ક્ષેત્રે ઉત્તમ ગ્રાહકલક્ષી સેવાઓ પૂરી પાડી છે. બેંકની થાપણો તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ ના રોજ ૧૯૧.૦૫ કરોડ રૂપિયા હતી , જે વધીને તારીખ ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ ૨૧૪.૦૧ કરોડ રૂપિયા થઈ છે. આમ થાપણોમાં ૨૨.૯૬ કરોડ રૂપિયાનો મોટો વધારો નોંધાયો છે. તેવી જ રીતે બેંકનું ધિરાણ પણ ૧૦૮.૦૩ કરોડ રૂપિયાથી વધીને ૧૨૩.૮૬ કરોડ રૂપિયા થયું છે. ચાલુ વર્ષે બેંકે ૨.૪૩ કરોડ રૂપિયાનો શાનદાર ગ્રોસ નફો પણ મેળવ્યો છે. ગ્રાહકોની સુરક્ષા માટે બેંકે ઓનલાઈન છેતરપિંડીથી બચવા ખાતું ફ્રીજ કરવાની અદભુત વ્યવસ્થા કરી છે. વળી બેંકની રિકવરી ટીમે સતત ૨૪ માં વર્ષે પણ નેટ એનપીએ શૂન્ય ટકા જાળવી રાખીને ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે.