અમરેલીમાં આવેલ નાગનાથ મંદિર પટાંગણ ખાતે નાગનાથ યુવક મંડળ દ્વારા આયોજીત સાર્વજનિક ગણપતિ ઉત્સવ ૧ર૬મા વર્ષની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. તા.૨૭/૦૮/૨૫ થી તા.૦૬/૦૯/૨૫ સુધી ઉજવણી કરવામાં આવશે. તા.૦૬/૦૯/૨૫ના રોજ વિસર્જન કરવામાં આવશે. બુધવારે તા.૨૭/૦૮/૨૫ ના રોજ વાજતે-ગાજતે ગણેશજીની શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમ રાજનભાઈ જાનીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.