અમરેલી નગરપાલિકાના વફાદાર અને નિષ્ઠાવાન કર્મચારીઓ દિનેશભાઈ ડી. સાવલિયા (જન્મમરણ શાખા) અને મનસુખભાઈ જી. ગઢીયા (બાંધકામ શાખા) ને નિવૃત્તિના અવસરે વિદાય આપવામાં આવી હતી. બંને કર્મચારીઓએ કોઈ દાગ વિના ૩૦ વર્ષથી વધુ નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. તેમની વિદાય સમારંભ બાલમુકુંદ હોલ, ગજેરાપરા, અમરેલી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલિકા પ્રમુખ બીપીનભાઈ લીંબાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, કોર્પોરેટર મનીષભાઈ ધરજીયા, પ્રતાપપરાના સરપંચ ગુણવંતભાઈ સાવલિયા, ઘનશ્યામભાઈ સાવલીયા અને અન્ય આગેવાનો તેમજ સહકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.