અમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન નીચે તાલુકા હેલ્થ ઓફિસર તથા સરકારી નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા તાલુકા હેલ્થ કચેરી અમરેલીએ નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડેની ઉજવણી કરી હતી. આ તકે યોજાયેલી રેલી અમરેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ ‘બેટી બચાવો બેટી પઢાવો’નો હતો, દીકરીને જન્મ લેવા દો દીકરી જન્મે એટલે સમાજમાં દીકરા દીકરીનું એકસરખું પ્રમાણ જળવાઈ રહે તે મુખ્ય હેતુથી નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં તાલુકા હેલ્થ ઓફિસનો સ્ટાફ તેમજ નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ સહકાર આપ્યો હતો.