અમરેલી તાલુકા પોલીસે અપહરણ અને પોક્સોના નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી પકડી લીધો છે. રાધેશ્યામ ઘુમસિંગ સીંગાડ (ઉ.વ.૨૧ રહે.નાયાપુરા તા.સરધારપુર જી.ધાર મધ્યપ્રદેશ) નામનો આ આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા ૫ મહિનાથી નાસતો ફરતો હોવાથી તેનું કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ-૭૨ મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ. ઓ.કે. જાડેજાની રાહબરી હેઠળની ટીમે આ શખ્સને ટેક્નીકલ સોર્સ અને બાતમીના આધારે મધ્યપ્રદેશ રાજયના ઇન્દોર ખાતેથી ભોગ બનનાર સાથે પકડીને આગળની કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.ડી. ડાંગર, પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા અને પો.કોન્સ. દેવાયતભાઇ ભેડા દ્વારા કરવામાં આવેલ છે.