અમરેલી જિલ્લામાં રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની શી ટીમે સારહી તપોવન વૃદ્ધાશ્રમ ખાતે જઇને વડીલોને રાખડી બાંધીને પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.રાખડી બાંધ્યા પછી તપોવન આશ્રમમાં રહેતા વડીલોએ અમરેલી તાલુકા પોલીસની શી ટીમને આશીર્વચન પાઠવ્યા હતા.